GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આવતીકાલે વહેલી સવારે વાયુ વાવાઝોડાનું આગમન, વેરાવળથી 420 કિલોમીટર જ છે દૂર

ગુજરાત તરફ વાયુ નામના વાવાઝોડાનું સંકટ વધ્યુ છે. કારણે કે વાયુ વાવાઝોડું વધુ મજબૂત એટલેકે વેરી સિવિયર સાયક્લો બન્યુ છે. તે હાલ વેરાવળથી 420 કિમોમીટરના અંતરે છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે વહેલી સવારે વેરાવળના દરિયાકાંઠે જ ત્રાટકવાનું છે. જ્યારે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે. ત્યારે તેની ઝડપી 140 થી 150 કિલોમીટરની ઝડપ હશે.

  • વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યુ
  • વેરી સીવીયર સાયકલોન બન્યું
  • વેરાવળ થી 420 કિલોમીટર દૂર વાવાઝોડું
  • આજે સૌરાષ્ટ્ માં ભારે વરસાદ ની આગાહી
  • 140 થી 150 કિલોમીટર ની ઝડપે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે

વાયુ વાવાઝોડુના ગુજરાત પ્રવેશ સાથે દરિયામાં સર્જાશે કંઈક આવી પરિસ્થિતિ

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે.

ગીર સોમનાથ જિલ્લાના 40 ગામમાં તંત્ર એલર્ટ પર છે. ભાવનગરના તટીય વિસ્તારોમાં 34 ગામોને એલર્ટ કરાયા છે. આર્મીની 10 કોલમ તૈનાત કરાશે. પોરબંદર, રાજકોટ અમરેલી, ભાવનગરમાં આર્મી તૈનાત કરાશે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 36 ટીમો તૈનાત રહેશે. આર્મી, એનડીઆરએફસ કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગની ટીમ સજ્જ છે.

માછીમારોને દરિયો ન ખેડવા અને સહેલાણીઓને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં બે દિવસ શાળા કોલેજ બંધ રાખવા આદેશ કરાયા છે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.

READ ALSO

Related posts

ભરતી પ્રક્રિયાને લઈને આંદોલન સક્રિય થાય તેવા એંધાણ, ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

pratik shah

કુવૈતમાં અપ્રવાસી કોટા બિલ પસાર થતા 8 લાખ ભારતીયોને થઇ શકે છે અસર

pratik shah

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક, આવ્યા નવા નીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!