GSTV
Home » News » વાયુ વાવાઝોડાનાં ખતરા વચ્ચે અસરગ્રસ્તો માટે સામાજીક સંગઠનો દ્વારા ફૂડ પેક્ટ્સ તૈયાર કરાયા

વાયુ વાવાઝોડાનાં ખતરા વચ્ચે અસરગ્રસ્તો માટે સામાજીક સંગઠનો દ્વારા ફૂડ પેક્ટ્સ તૈયાર કરાયા

વાયુ વાવાઝોડાએ દિશા ભલે બદલી હોય પણ ભારે વરસાદનો ખતરો હજી પણ યથાવત છે. વાવાઝોડ માટે સરકારે પણ 48 કલાકનો એલર્ટ યથાવત રાખ્યો છે. ત્યારે અસરગ્રસ્તો માટે મહેસાણા અને ઊંઝામાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ૫ હજારથી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ફૂટ પેકેટને જિલ્લા કલેક્ટર દ્વારા વાયુ વાવાઝોડાના અસગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવશે. વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ભારે વરસાદ અને પવનનો સામનો કરી શકે છે. આ તબાહીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર એડીચોડીનું જોર લગાવી રહીયું છે.

સરકાર દ્વારા વાયુ વાવાઝોડાને લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં વસતા લાખો લોકો સુરક્ષિત વિસ્તારમાં લઇ જવામાં આવ્યા છે. સરકાર દ્વારા તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

 ત્યારે આ કાર્યમાં ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ઊંઝા  એપીએમસી દ્વારા પણ આ લોકોને મદદ કરવામાં આવી છે. 5 હજાર જેટલા ફ્રુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તીખી સેવ , મગદળ અને મિનરલ પાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!