GSTV
Home » News » વાયુ વાવાઝોડાનો ગુજરાતમાં ત્રાટકવાનો સમય અને રૂટ બદલાયો, હવે આવી નવી એલર્ટ

વાયુ વાવાઝોડાનો ગુજરાતમાં ત્રાટકવાનો સમય અને રૂટ બદલાયો, હવે આવી નવી એલર્ટ

વાયુ વાવાઝોડાને લઇને હાલ મહત્ગુવના સમાચજાર મળી રહ્યાં છે. ગુજરાતમાં ત્રાટકવા જઇ રહેલા વાયુ ચક્રાવાતનો રૂટ અને સમય બદલાયો છે. પોરબંદરમાં મધરાત કે વહેલી સવારે વાયુ ચક્રાવાત ત્રાટકવાનું હતું પરંતુ હવે મળતી માહિતી અનુસાર વાવાઝોડાની સ્થિતી બદલાઇ છે. હવે આવતીકાલે બપોરે પોરબંદરમાં વાવાઝોડુ ત્રાટકશે.

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ત્રાટકનારા વાવાઝોડાને જોતા કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડે આગામી 48થી 60 કલાક ગુજરાત પર ભારે હોવાનું કહ્યુ છે. ગુજરાતના દરિયામાં સાત જેટલા સ્ટેશન સ્ટેશન છે.

અને ત્યાંથી ચક્રવાત પર નજર રાખવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાના ખતરાને જોતા પોરબંદરમાં સૌથી વધુ ટીમોને તૈનાત કરાઈ છે. કોસ્ટગાર્ડની પેટ્રોલિંગમાં રહેલી શીપે માછીમારી કરતી બોટને કિનારે પાછી બોલાવવાની કામગીરી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છેકે, વાવાઝોડાના એલર્ટને લઈને રાજ્ય સરકાર ફિશરીઝ ડીપાર્ટમેન્ટ અને કોસ્ટગાર્ડ સાથે સંપર્ક છે. ગુજરાતના માછીમારોની તમામ બોટ અને માછીમારોને દરિયા કિનારે પરત બોલાવી લેવાયાનો દાવો સીએમ રૂપાણીએ કર્યો હતો. તો વળી, મોટા જહાજોને મધ દરિયે પણ મોકલી દેવાયા છે.

WINDY.COM મુજબ વાયુ વાવાઝોડું 13 જૂને સવારે 5 વાગ્યાની આસપાસ પોરબંદરનાં દરિયાકિનારે ટકરાશે. પીજીવીસીએલ તંત્રને  સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

તંત્ર દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં  આવી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ગીર સોમનાથના અરબી સમુદ્રમાં વિશાળકાય મોજા

ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પાછળના ભાગે અરબી સમુદ્રમાં વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. મંદિરની આસપાસ મોજાને જોઇ રહેલા લોકોનું કહેવું છે મોજા શિવજીના પગ પખાળવા આતુર છે. વાયુ ચક્રવાતની અસરથી ઉપજેલા મોજાના કારણે દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

Read Also

Related posts

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur

કમેલશ તિવારીનાં હત્યારા અશફાકને લઈને થયાં ચોંકાવનારા મોટા ખુલાસા

Mansi Patel

ધનતરેસનાં દિવસે સોનાની જગ્યાએ તલવાર ખરીદો, ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!