GSTV
Home » News » વાયુ વાવાઝોડાને લઈ જામનગરનું વહિવટતંત્ર આવ્યું હરકતમાં, 13,900 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત

વાયુ વાવાઝોડાને લઈ જામનગરનું વહિવટતંત્ર આવ્યું હરકતમાં, 13,900 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત

વાયુ વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં વ્યવસ્થા તંત્ર સજ્જ બન્યું છે. જામનગર જિલ્લામાં વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર જીએમબી, મરીન અને ફિશિંગ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કુલ ૨૫ જેટલા કોસ્ટલ વિભાગના ગામડાઓ આવેલા છે. જેમાં અંદાજે 70 હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠા વિસ્તારના ૧૩,૯૦૦ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે કવાયત હાથ ધરી. જામનગર નજીક આવેલા સરમત ગામમાં કુલ અઢીસો જેટલા લોકોને સરકારી શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી છે. જ્યાં અસરગ્રસ્તોને ખાવા-પીવાની અને જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વાયુ ચક્રવાત વેરાવાળ નજીક આવી રહ્યું છે. પવનની ગતિ પ્રતિકલાક 140-150  કિલોમિટરનીથી વાવાઝોડું ત્રાટકી શકે છે. તો ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતાં વાવાઝોડાની ગતિ 170 કિલોમિટર પ્રતિકલાક થઈ શકે છે. 13 જૂને વહેલી સવારે વાવાઝોડું વેરાવળ,પોરબંદર, અને દીવમાં ત્રાટકી શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દીવમાં 3 મિલિમિટર વરસાદ વરસી ચુક્યો છે.

Read Also


Related posts

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva

સુરત : રસ્તામાં રોકી પૈસા ખંખેરતા 6 ધાડપાડુઓને પોલીસે પકડી પાડ્યા

Kaushik Bavishi

શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!