GSTV
Home » News » ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતની વધુ નજીક: રાજ્ય સરકારનાં અગ્ર સચિવે આપી જાણકારી

‘વાયુ’ વાવાઝોડું ગુજરાતની વધુ નજીક: રાજ્ય સરકારનાં અગ્ર સચિવે આપી જાણકારી

વાયુ વાવાઝોડું ગુજરાતની વધુ નજીક પહોંચ્યું છે. વાયુ વાવાઝોડું હાલ વેરાવળથી 200 કિલોમીટર દૂર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. અગ્ર સચિવ જે.પી. ગુપ્તાએ વાવાઝોડા અંગે લેટેસ્ટ માહિતી આપી હતી. જે મુજબ વાવાઝોડું હાલ 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધસી રહ્યું છે. વર્તમાન સ્થિતિ મુજબ વાવાઝોડું વેરાવળ અને ઓખા વચ્ચે પોરબંદરની આસપાસ ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કરંટ જોવા મળે છે. તેમજ રાજ્યનાં 57 તાલુકામાં ઓછા-વત્તા અંશે વરસાદ વરસ્યો છે. તેમજ ઘણા સ્થળે દરિયાઇ પાણી ઘરમાં ઘુસ્યા છે. અનેક ઠેકાણે પાળા તૂટવાને કારણે દરિયાઇ પાણી રેલાયા હોવાની વિગતો મળી રહિ છે. આજે મોડી રાત્રે સીએમ વિજય રૂપાણીએ મોડી રાત્રે 11 વાગ્યે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી. તેમજ ઓરિસ્સાનાં તંત્રની ઢબે વાયુ વાવાઝોડા સામે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

Nilesh Jethva

શું તમે નિયમિત રીતે કરો છો વ્યાયામ, તો ના કરશો ડાયટિંગ થઈ શકે શરીરને ગંભીર નુકસાન

GSTV Desk

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!