GSTV
Home » News » ‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની આવી છે તૈયારીઓ

‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની આવી છે તૈયારીઓ

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની 26 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતની કુલ 15 ટીમ તૈનાત કરાઇ છે. 15 ટીમ પૈકી વડોદરાની 12 ટીમ છે જ્યારે કે ગાંધીનગરની 3 ટીમ તૈનાત છે. આ ઉપરાંત પંજાબથી પણ 5 ટીમને બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમ રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, પોરબંદર, વેરાવળ, અમરેલી, કંડલા, મુંદ્રા, માંડવી અને નલિયા વિસ્તારમાં તૈનાત રહેશે. ગાંધીનગરની ત્રણેય ટીમ રવાના થઇ ચૂકી છે. મહત્વનું છે કે એનડીઆરએફની એક ટીમમાં 35 જવાન હોય છે અને તેઓ લાઇફ જેકેટ, બોટ, ક્યુડીએ, શેડ જનરેટર, ઓક્સિજન, ફર્સ્ટ એઇડ કીટ, કટર, એર વેક્યુમ, રસ્સી અને ઓક્સિજન માસ્ક જેવી સામગ્રીથી સજ્જ હોય છે.

વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ એલર્ટ

સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠા પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ એલર્ટ બની. વડોદરા પાસે આવેલા એનડીઆરએફના જરોદ સ્થિત હેડક્વાર્ટરથી 9 ટીમો કાંઠા વિસ્તારમાં જવા રવાના થઈ. આ ટીમો વાવાઝોડાની સ્થિતિ સમયે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવશે. આ સિવાય મહારાષ્ટ્રની એનડીઆરએફની ચાર ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી. વડોદરા ખાતેની એનડીઆરએફની ટીમમાં 30 સભ્યો છે. જેઓ પાસે હાઈટેક સાધનો પણ છે.

રાજ્ય સરકાર સતર્ક

ગુજરાતના સૌરાષ્ટ્ર પર વાયુ નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. જોકે આ વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે. એનડીઆરએફની ટીમ દરિયા કાંઠાના વિસ્તારમાં જવા રવાના થઈ છે. અરબ સાગરમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૮૪૦ કીમી દૂર દરિયામાં ડિપ્રેશ ઉભુ થયુ છે. અરબ સાગરમાં ઉદભવેલુ આ ડિપ્રેશન 12 જૂન સુધીમાં વાવાઝોડામાં પરિર્તત થશે અને આવતીકાલે સાંજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચે તેવી હવામાન વિભાગની શક્યતા છે. વાયુ નામના વાવાઝોડાથી સૌરાષ્ટ્રકચ્છના કાંઠાના વિસ્તારોમાં 100 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેસંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળના દરિયાકિનારે એક નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે.  માછીમારોને વાયરલેસથી મેસેજ મોકલી દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. માછીમારોને હવે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. વાવાઝોડાની સ્થિતીને જોતાં પ્રવાસીઓને પણ દરિયાકિનારે કે બીચ પર ફરવા ન જવા સલાહ આપવામાં આવી છે.વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચ ગુ્રપની એક ઇમરજન્સી બેઠક મળી હતી. જેમાં સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી સમિક્ષા કરવામાં આવી હતી.

રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડબાય

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડાના એલર્ટને લઈને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.અને ફાયર બ્રિગેડની ટીમ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં જવા તૈયાર છે. રાજકોટમાં  8 બોટ, લાઈફ જેકેટ, 100 ટ્યુબ રિંગ સાથે 200 ફાયર બ્રિગેડ સ્ટાફ ખડે પગે તૈનાત છે.

ભાવનગર જીલ્લા તંત્ર સજ્જ

સૌરાષ્ટ્રના દરિયા પર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાના સંકટનેને લઈને ભાવનગર જીલ્લા તંત્ર પણ સજ્જ બની ગયુ છે. ભાવનગરના ચાર તાલુકાઓ દરિયાઈ વિસ્તારમાં આવે છે. તેના ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ૩૪ ગામોના તલાટીઓ અને સરપંચોને એલર્ટ અંગે જાણ કરી દેવામાં આવી છે અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલનમાં રહેવા પણ સુચના આપી દેવામાં આવી છે. સાથે સાથે ભાવનગર જીલ્લાની માછીમારી માટે જતી ૨૫૫ નોંધાયેલી બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવાઈ છે. દરિયો નહી ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ડીઝાસ્ટરની ટીમ દ્વારા સેટેલાઈટ ફોન, રેસ્ક્યુની સામગ્રી સહીતની તૈયારીઓ કરી લીધી છે. તેમજ ભાવનગર જીલ્લાના ત્રણ પોર્ટ પરના પોર્ટ ઓફિસરને ૨૪ કલાક દરિયાઈ મોનીટરીંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જીલ્લાના મહુવા, ઘોઘા સહિતના બંદરો પર એક નંબરની સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર જીલ્લામાં જરૂર પડે તો તાકીદે એન.ડી.આર.એફ ની ટીમ આવી શકે તે માટે ટીમને જાણ પણ કરી દેવામાં આવી છે.

વલસાડમાં 1200 બોટ પરત બોલાવી

વાયુ વાવાઝોડા ને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને વલસાડ ખાતે જિલ્લાની 1200 જેટલી બોટો  પરત બોલાવી વલસાડ ખાતે લંગારી દેવામાં આવી હતી. વલસાડ જિલ્લાની 1200 જેટલી બોટ દરિયામાં માછીમારી માટે જાય છે ત્યારે હાલ તમામ 1200 બોટ વલસાડમાં લંગારી દેવામાં આવી છે. આવનાર વાવાઝોડાની આગાહીને પગલે વલસાડમાં માછીમારી પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને હાલ તમામ બોટ લંગારી દેવામાં આવી છે આ સાથે કોઈ પણ હોડી ને ખાડી મા પણ ઉતારવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફ આગાહીને પગલે સહેલાણીઓ વલસાડ ખાતે આવેલ તિથલ બીચની મઝા માણતા  નજર પડ્યા હતા દરિયાની ભરતીમાં બીચ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો.

સીએમ વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે તંત્ર સાબદુ હોવાનો કર્યો દાવો

સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તાર પર તોળાતા વાયુ વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે. ત્યારે ગીર સોમનાથની મુલાકાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ વાવાઝોડાને પહોંચી વળતા તંત્ર સાબદુ હોવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું છે સરકાર સેના, કોસ્ટગાર્ડ અને નેવીના સંપર્કમાં છે. 11 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો આવી ચૂકી છે. પૂના અને ભટિન્ડા પણ એનડીઆરએફની ટીમ આવી રહી છે. કુલ 20 જેટલી ndrf ની ટિમો સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે તૈનાત રહેશે.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ચંદ્રયાન -2એ 2650 KM દૂરથી લીધો ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ્, કંઈક આવો હતો નજારો

Path Shah

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!