GSTV
Home » News » ગુજરાત માથેથી ટળ્યું સંકટ પણ વાયુની અસરે ન રાખી કોઈ કસર, હવે પડશે ફટકો

ગુજરાત માથેથી ટળ્યું સંકટ પણ વાયુની અસરે ન રાખી કોઈ કસર, હવે પડશે ફટકો

ગુજરાતીમાં કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આવી જ સ્થિતિ વાયુ વાવાઝોડાએ સર્જી છે. એક તો ચોમાસુ પહેલાથી જ આઠથી 10 દિવસ મોડું ચાલી રહ્યું હતુ. તેમાં વાયુ વાવાઝોડાના કારણે ચોમાસામાં હજુ પણ વિલંબની શક્યતા છે.. હવામાન વૈજ્ઞાનિકોને ચિંતા છે કે વાયુ વાવાઝોડાના હાલમાં ભલે કેટલાક રાજ્યોમાં સારો વરસાદ વરસે છે. પરંતુ તેના દુષ્પ્રભાવના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાના આગમનની ઇન્તેજારી વધી જશે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ ચોમાસા દરમિયાન વાવાઝોડુ હંમેશા નુકસાન પહોંચાડતું આવ્યું છે. અગાઉ પણ આવું અનેક વખત બની ચુક્યું છે. ચોમાસા પહેલા જ્યારે જ્યારે પણ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું ત્યારે ચોમાસાની ચાલને પ્રતિકૂળ અસર પહોંચી છે.

વાવાઝોડા બાદ નવી વરસાદી સિસ્ટમ રચાવવામાં સમય લાગી શકે છે. જેથી ચોમાસાને આગળ વધવામાં વિલંબ થઇ શકે છે.. જ્યાં સુધી અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ નહીં સર્જાય ત્યાં સુધી ચોમાસાને આગળ વધવામાં બળ નહીં મળે. આમ મધ્ય અને ઉત્તર ભારતના લોકોએ સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. જો અરબી સમુદ્રના બદલે આ વાવાઝોડું હિંદ મહાસાગરમાં સર્જાયું હોત તો ચોમાસાને આગળ વધવામાં મદદરૂપ સાબિત થઇ શક્યું હોત. પરંતું વાવાઝોડુ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા નજીક સર્જાતા મૌસમી પવનને આગળ વધવામાં અવરોધરૂપ સાબિત થઇ શકે છે.

26 હજાર લોકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતના દરિયાકાંઠેથી વાયુ વાવાઝોડાનો ખતરો ભલે સંભવત ટળ્યો હોય પરંતુ હજી પણ અસર રહેલી છે.સરકારે અસરગ્રસ્ત જિલ્લામાં પ્રભારી મંત્રીઓને હાજર રહેવા આદેશ કર્યો છે ત્યારે પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે આજે માંડવી બીચ દરિયાઈ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રી ઠાકોરે જણાવ્યું કે, આજે સામાન્ય કરતા પવનની ગતિ વધારે છે.

માંડવી બીચ પર સામાન્ય કરતા વધુ ઊંચા અને વધારે મોજા કિનારા તરફ આવી રહ્યા છે.પરભરુ મંત્રી દિલીપ ઠાકોરે દરિયા કાંઠાના મોઢવા, રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈ જે લોકોએ સ્થળાંતર નથી કર્યું તેઓને સમજાવ્યા હતા. કચ્છમાં ખાસ તો નલિયા, જખૌ, માંડવી, કંડલા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 26 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે તેમની માટે શાળા , કોલેજો , વાડીઓ સહિતના સ્થળે રહેવા જમવા, મેડિસિન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

READ ALSO

Related posts

દરિયો તોફાની, ગુજરાતના આ જિલ્લામાં 83 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

Mayur

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઈ, બસની 2,174 ટ્રીપ રદ

Mayur

રાજ્યના 20 તાલુકાઓમાં પડ્યો નોંધનીય વરસાદ, 11 તાલુકામાં અડધોથી વધારે ઈંચ વરસ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!