GSTV
Home » News » ‘વાયુ સંકટ’ પર તંત્રની બાજ નજર, સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં

‘વાયુ સંકટ’ પર તંત્રની બાજ નજર, સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં

સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં ત્રાટકનારા વાયુ વાવાઝોડાને લઈને તંત્ર પહેલેથી જ એલર્ટ બની ગયું છે. જોકે વાવાઝોડાના આગમન પહેલા બુધવારથી જ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં મસમોટા મોટા ઉછળતા જોવા મળ્યા હતા. તો સાથે જ ભારે પવન પણ ફુંકાયો છે.

ભારે પવનને લઈને સોમનાથ મંદિર ધૂળની ડમરીમાં ઢંકાયુ હતું. તો બીજીતરફ દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વલસાડના ધરમપુરથી નર્મદા સુધી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

તો પરિસ્થિતી પર બાજ નજર રાખવા માટે ગાંધીનગર ખાતે શરૂ કરાયેલા કંટ્રોલરૂમ ખાતેથી સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થિતીની સમીક્ષા કરીને સ્થિતી પર બાજનજર બનાવી રાખી છે.

આજે વહેલી સવારથી લઇને બપોરના સમયે ત્રાટકનારા વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સાબદુ છે અને ક્યાંકને ક્યાંક અત્યારથી વાવાઝોડાની અસરો શરૂ થઈ છે. ઘુઘવાટો કરતા સોમનાથના દરિયા પાસે ધુળની ડમરીઓ ઉડી. તો આ ધુળની ડમરીની સાથે સોમનાથનો દરિયો પણ તોફાની અને ગાંડોતૂર બન્યો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આવી જ રીતે ધૂળની ડમરીના કારણે જાણે ધૂળિયું વાતાવરણ સર્જાયુ હતું. તંત્ર દ્વારા પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરીઓ શરૂ કરી દેવાઇ હતી. જેમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.

જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. વાવાઝોડાના પહેલા જ ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા હતા. તો ભારે વાવાઝોડાની સ્થિતિને જોતા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Read Also

Related posts

મેઘરાજાએ નવરાત્રી તો બગાડી હવે દિવાળી બગાડશે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ આ સિસ્ટમ

Nilesh Jethva

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari

અલ્પેશ ઠાકોરે રિઝલ્ટ પહેલાં કરી દીધા આ દાવાઓ, લોકસભાનો રેકોર્ડ તૂટશે રાધનપુરમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!