GSTV
Home » News » મુશ્કેલીમાં ગુજરાત, આમ ડરાવીને બાજુમાંથી પસાર થઈ રહ્યું છે ‘વાયુ’ ચક્રવાત

મુશ્કેલીમાં ગુજરાત, આમ ડરાવીને બાજુમાંથી પસાર થઈ રહ્યું છે ‘વાયુ’ ચક્રવાત

ભારતના દક્ષિણી રાજ્યોમાં તબાહી મચાવ્યા બાદ વાયુ ચક્રવાત ગુરૂવારે ગુજરાતમાં તબાહી કરવાનું હતું, પરંતુ બુધવારે સાંજે દિશા બદલાવથી તેની અસર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ દેખાશે. ચક્રવાત આવે એ પહેલાં જાનહાનિ ઓછી થાય એ માટે, 500 ગામોમાંથી ત્રણ લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓએ ખસેડો દેવામાં આવ્યા છે. પોરબંદર, દ્વારકા અને સોમનાથમાં ફસાયેલા લગભગ દસ હજાર પ્રવાસીઓને પણ સુરક્ષિત જગ્યાઓએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના 9 જિલ્લામાં હાઇ એલર્ટ છે અને નૌકાદળ અને વિમાનોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગ અનુસાર, વાયુ 13 જૂન બપોર સુધીમાં દ્વારકા અને વેરાવળના બીચ પાસેથી પસાર થશે. જેમાં હવાની સ્પીડ 155 થી 165 કિમી પ્રતિ કલાક રહેશે. વાયુના કારણે આખા ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગિર, સોમનાથ, પોરબંદરના સમુદ્ર કિનારાના વિસ્તારોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણકે વાયુ આ વિસ્તારોની નજીકથી જ પસાર થવાની શક્યતા છે.

સરકાર દ્વારા કિનારાના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની અને ફૂડ પેકેટ્સ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે. માંગરોળ અને મલિયાના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં બુધવારે સવારથી જ આ લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમના માટે 14 રેસ્ક્યૂ સેન્ટર અને 25 સ્કૂલોમાં આશ્રય આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા મેડિકલ ટીમ, ફૂડ પેકેટ્સ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ જાતની આપદાને પહોંચી વળવા એનડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

પ્રશાસનને એવો અંદાજો હતો કે, જૂનાગઢના માંગરોળ માલિયામાં વાવાઝોડાના કારણે 54 હજાર લોકોને અસર થઈ શકે છે અને આ માટે સરકાર સતર્ક પણ હતી. બુધવારે સાંજે સૂરતના કિનારાના વિસ્તારમાં પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી હતી. ત્યાંની દુકાનોના શેડ અને છાપરાં હવામાં ઉડી ગયાં હતાં. તો સમુદ્ર કિનારે રેતની નદી વહી રહી હોય તેવું દ્રષ્ય દેખાઇ રહ્યું હતું.

બુધવારે વાયુની અસર વલસાડ જિલ્લાના દરિયા કિનાર પણ જોવા મળી. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને 30 કિમીની ઝપડે હવા, સમુદ્રનાં ઊંચાં-ઊંચાં મોજાં સાથે વાવાઝોડાની આસર જણાઇ રહી હતી. મોજાં વધારે ઊંચાં ઉછળતાં જ પ્રસાશન હરકતમાં આવી ગયું હતું.

બુધવારે વલસાડના તિથલના સમુદ્રમાં 5 મીટર ઊંચાં મોજાં જોવા મળ્યાં, જ્યારે તોફાની હવાના કારણે કિનારા પર લાગેલા સ્ટોલ્સ અને રેકડીઓની હાલત ખરાબ થઈ ગઈ. જેના કારણ 12 અને 13 જૂને ત્યાં બધા જ સ્ટોલ્સ બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત દરિયા કિનારાથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. વાપીમાં હળવો વસાદ જ થયો છે છતાં વાપી શહેર અને જીઆઈડીસીના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

વાયુ ચક્રવાતની શક્યતા અને બુધવારે તોફાની હવાના કારણે સંઘ પ્રદેશ દમણ પ્રશાસને પણ એલર્ટ આપી દીધું હતું અને સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી હતી. દમણમાં બધા જ બીચો પર પ્રશાસને સુરક્ષા વધારી દીધી. પ્રવાસીઓને કિનારાથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવી અને સ્ટોલ્સ ધારકોને પણ થોડા દિવસ માટે સ્ટોલ્સ બંધ રાખવાની સલાહ આપવામાં આવી.

વાયુ ચક્રવાતની દિશામાં થોડો બદલાવ આવવાથી સૂરત પર મંડરાતો ખતરો બુધવારે સાંજે જ ટળી ગયો. જોકે સાવધાની માટે ડુમસ, ડભારી અને સુવાલી કિનારા પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનડીઆરએફની ટીમ ઓલપાડમાં તૈનાત છે. કાળાં ડિબાંગ વાદળોના કારણે બુધવારે પણા કેટાલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો હતો. જોકે પ્રશાસન દ્વાર કોઇપણ પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે છે.

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!