GSTV

વસુંધરાએ શાહ જૂથને પછાડીને ધાર્યું કરાવ્યું, પાયલોટ દીઠેય નથી ગમતા

રાજસ્થાનમાં આવતી કાલે વિધાનસભાનું વિશેષ સત્ર મળવાનું છે. સચિન પાયલોટે ઘરવાપસી કરી લેતાં આ સત્ર અંગેની ઉત્તજેના શમી ગઈ છે ત્યારે ભાજપે ગેહલોત સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપ પાસે ગેહલોત સરકારને ગબડાવવા માટે પૂરતા ધારાસભ્યો નહીં હોવા છતાં ભાજપ શા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવી રહ્યું છે એવો સવાલ પૂછાઈ રહ્યો છે.

વસુંધરા

અવિશ્વાસની દરખાસ્ત ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈનું પરિણામ

આ અવિશ્વાસની દરખાસ્ત ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈનું પરિણામ છે. પાયલોટ માની ગયા પછી ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દાને બહુ ખેંચવા નહોતું માગતું પણ વસુંધરા અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગતાં હતાં કેમ કે તેમને પાયલોટ ભાજપમાં આવે તેની સામે વાંધો છે.

વસુંધરાના લોબિઈંગ સામે શેખાવત નબળા પડયા

અમિત શાહના વિશ્વાસુ ગજેન્દ્રસિંહ શેખાવતે વસુંધરાને રોકવા પૂરી તાકાત લગાવી દીધી પણ વસુંધરાએ દિલ્હી જઈને કરેલા લોબિઈંગ સામે શેખાવત નબળા સાબિત થયા. વસુંધરાએ પોતાનું ધાર્યું કરાવીને સાબિત કર્યું છે કે, કેન્દ્રમાં ભલે અમિત શાહનું ચાલે પણ રાજસ્થાનમાં તો પોતે કહે એ જ થશે.

MUST READ:

Related posts

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Dilip Patel

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!