GSTV

વાસ્તુ ટિપ્સ: ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન લગાવો પૂર્વજોની તસવીર, નહીંતર થશે ભારે નુકસાન

વાસ્તુ

Last Updated on February 11, 2021 by Karan

ઘણી વાર આપણે ઘરમાં આપણા પૂર્વજોની તસવીરો લગાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આ તસવીરો ઘરે લગાવવાથી, તેમના આશીર્વાદ પરિવાર પર રહે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પૂર્વજોની તસવીરો લગાવતી વખતે કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ ન કરો તો ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. ચાલો આપણે જાણીએ કે ઘરમાં પૂર્વજોની તસવીરો લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આપણે ક્યારેય પૂર્વજોની તસવીરો દેવ-દેવતા સાથે ના લગાવી જોઈએ. એ વાત જુદી છે કે આપણા પૂર્વજો પણ દેવતાઓ જેવા શક્તિશાળી છે પરંતુ તેઓ દેવતાઓની સમકક્ષ માનવામાં આવતાં નથી. આ કરવાથી આપણને દેવદોષ લાગે છે અને આપણને દેવતાઓનો શુભ ફળ પ્રાપ્ત થતા નથી.

વાસ્તુ

વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈએ ક્યારેય પૂર્વજોની તસવીરો બેડરૂમમાં અથવા રસોડામાં ના લગાવવી જોઈએ. બેડરૂમમાં અથવા રસોડામાં પૂર્વજોની તસવીર લગાવવાથી પારિવારિક તકરાર વધવા લાગે છે અને ખુશી અને સમૃદ્ધિ પણ ઓછી થાય છે.

ઘરના મધ્ય ભાગમાં કોઈએ ક્યારેય પૂર્વજોની તસવીર ન મૂકવી જોઈએ. કારણ કે આવું કરવાથી માન-સન્માનને હાનિ પહોંચે છે.

ઘરના જીવંત લોકો સાથે ઘરના પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. કારણ કે આમ કરવાથી જીવંત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે. જે જીવંત વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે.

પૂર્વજોની તસવીરો ક્યારેય ઘરમાં લટકેલી કે ઝૂલતી ન રહેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી, વ્યક્તિનું જીવન પણ તસવીરની જેમ લટકતુ અને ઝૂલતું રહી જાય છે.

વાસ્તુ

ઘરમાં અહીં લગાવવી જોઇએ પૂર્વજોની તસવીરો :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વજોની તસવીરોને હંમેશા ઘરના ઉત્તરી ભાગના રૂમમાં લગાવવી જોઇએ. જો એવું શક્ય ન હોય તો ઘરમાં પૂર્વજોની તસવીર ઉત્તરી દિવાલ પર લગાવવી જોઇએ, જેથી તેમની દ્રષ્ટિ હંમેશા દક્ષિણ તરફ રહે. આમ કરવાથી ઘરમાં અકાળ મૃત્યુ અને સંકટથી બચાવ થાય છે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!