GSTV

વાસ્તુના આ ઉપાયોમાં છુપાયેલુ છે મહાલક્ષ્મીની કૃપાનું રહસ્ય, જરૂર ધ્યાનમાં રાખો આ બાબતો

કામ

Last Updated on February 4, 2021 by Bansari

ભવ્યતા અને સુખ સમૃદ્ધિ સાથે રહે તેવી દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થઇને કૃપા વરસાવે છે .મોટાભાગે જોવા મળે છે કે જે ઘરોમાં શરૂઆતના વર્ષો સુખદ રહે છે ત્યાં પછીથી મુશ્કેલીઓ વધી જાય છે. લક્ષ્મીજીની કૃપા પણ ઓછી થઇ જાય છે.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો વાસ્તુના આ ઉપાય

લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર રહે તે માટે ઘરમાં ભંગાર અને કચરો બિલકુલ એકઠો ન થવા દો. ગંદકી અને નકારાત્મક ઉર્જાની વસ્તુઓને ઘરમાંથી દૂર કરી દો.

લક્ષ્મી

જૂની તસવીરોને સારી રીતે ફ્રેમ કરાવીને ઉપયોગમાં લો. ખુલ્લી તસવીરોની લાઇફ એક વર્ષથી વધુ નથી હોતી. ઝાંખી અને રંગ ઉડી જવાથી ઉર્જાનું સ્તર મધ્યમ થઇ જાય છે. તેને સાફ કર્યા બાદ વિસર્જિત કરીને નવી તસવીરો ઉપયોગમાં લેવી જોઇએ.

ઘરનું રંગ રોગાન પણ દર વર્ષે કરાવવુ જોઇએ. પેંટની ક્વોલીટી સારી હોય તો એક-બે વર્ષ બાદ કરાવી શકાય છે. સાધારણ ચૂનાથી રંગ રોગાન દર વર્ષે કરવુ જોઇએ. ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાં ખુલ્લા પ્રકાશની વ્યવસ્થા અને બગીચો રાખો. કાંટાળા થોર (કેક્ટસ) જેવા છોડ ન વાવો. ઘરમાં કુંડામાં ઉગાડવામાં આવતા છોડ લાવવા જ યોગ્ય છે.

લક્ષ્મી

દક્ષિણ-પશ્વિમ સ્થાન ભારે, ઉંચુ અને બંધ દિવાલ વાળુ બનાવો. આ ઘર માલિકનો બેડ રૂમ પણ હોઇ શકે છે. આવુ થવા પર સારી ઉંઘ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તેનાથી તે યોગ્ય નિર્ણય લઇ શકે છે. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

રસોડાનો સંબંધ ભોજન સાથે છે. ભોજનનો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે. સ્વાસ્થ્ય સારુ રહે તો લક્ષ્મીજી આપોઆપ પ્રસન્ન થાય છે. રસોડુ દક્ષિણ-પૂર્વમાં બનાવો. ગેસનો ચૂલો એવી રીતે રાખો કે ચહેરો પૂર્વ તરફ રહે. અહીં હવા અને પ્રકાશ આવે તે રીતે વ્યવસ્થા કરો.

ઘરમાં જ્યાં-ત્યાં મિરર ન લગાવો. સીમિત સંખ્યામાં જરૂરી સ્થાનો પર જ તેનો પ્રયોગ કરો. બેડ રૂમમાં મિરર એવી રીતે લગાવો કે બેડથી તે નજરે ન આવે. બેડ પર બેસીને સીધુ અરીસામાં નિહારવુ સ્વાસ્થ્ય માટે સારુ નથી. તેનાથી પણ લક્ષ્મીજી નારાજ થાય છે.

Read Also

Related posts

અનેક દીકરીઓના સપનાઓ સાકાર કરે છે આ “મામાનું ઘર”, ગરીબ વિદ્યાર્થિનીઆે માટે ઉત્સાહનું સરનામું

GSTV Web Desk

હજીરા ખાતે નખાશે AMNS ઈન્ડિયાનો પહેલો સ્ટીલ પ્લાન્ટ, ગુજરાતમાં થશે કરોડોનું રોકાણ

GSTV Web Desk

SC-ST પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!