GSTV

Vastu Tips: જો તમે આર્થિક નુકસાનથી બચવા માંગો છો તો ક્યારેય પણ વૉશરૂમમાં ન કરતાં આ કામ

Last Updated on January 10, 2021 by Mansi Patel

વાસ્તુનો પ્રભાવ ઘરનાં વૉશરૂમ પર બહુજ વધારે પડે છે. તેથી, આપણે ઘરના વૉશરૂમમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી વાસ્તુદોષનું કારણ બને. જો આપણે વૉશરૂમમાં આ પ્રતિબંધિત કામોને ટાળીશું, તો આપણને ઘણી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. ચાલો જાણીએ કે ઘરના વૉશરૂમમાં કઈ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

ઘરમાં ક્યારેય પણ વૉશરૂમ અને ટોઈલેટ એકબીજા સાથે જોડાયેલા ન હોવા જોઈએ. કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ,ઘરનાં બાથરૂમમાં ચંદ્રમા અને ટોયલેટમાં રાહુનો વાસ હોય છે. તો, જ્યાં ચંદ્રને સોમ એટલે કે અમૃત કહેવામાં આવે છે, રાહુને વિષ કહેવામાં આવે છે. તેથી જે રીતે અગ્નિ અને પાણી એક સાથે રાખી શકાતા નથી, તેમ વૉશરૂમ અને શૌચાલયને એક સાથે ઘરમાં રાખવા જોઈએ નહીં. આમ કરવાથી, પરિવારમાં જુદાઈ આવે છે અને પરિવારના સભ્યોના મનમાં એક બીજા પ્રત્યે નફરતની ભાવના ઉત્પન્ન થાય છે.

  • તમારા ઘરની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે બાથરૂમમાં બ્લૂ રંગના ટબ, ડોલ અને મગનો ઉપયોગ કરવો જોઈએ.
  • વૉશરૂમમાં રાખેલા ટબ અને ડોલ હંમેશા પાણીથી ભરેલા રાખવા જોઈએ.
  • ઘરના વૉશરૂમનો દરવાજો હંમેશાં બંધ રાખવો જોઈએ.
  • વૉશરૂમના દરવાજા સામે ક્યારેય અરીસો લગાવવો જોઈએ નહીં. આમ કરવાથી, ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.
  • વૉશરૂમમાં નળનું પાણી ક્યારેય ખુલ્લું ન છોડવું જોઈએ. આમ કરવાથી, નાણાકીય અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
  • જો ઘરના વૉશરૂમમાં નળમાંથી પાણી ટપકતું રહે છે, તો જલ્દીથી તેનું સમારકામ કરાવવું જોઈએ કારણ કે તેનાથી ઘરનો વ્યર્થ ખર્ચ અને આર્થિક નુકસાન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • ઘરના વૉશરૂમમાં થોડું મીઠું રાખવું જ જોઇએ. આમ કરવાથી, ઘરમાં પોઝિટીવ ઉર્જાનો પ્રવાહ બની રહે છે.
  • ઘરના વૉશરૂમમાં જે વસ્તુઓ રાખવી જોઈએ તે યોગ્ય રીતે રાખવી જોઈએ.
  • ઘરનું વૉશરૂમ હંમેશાં સાફ રાખવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે.

READ ALSO

Related posts

Pitru Paksha 2021/ આજથી શરુ થઇ રહ્યો છે પિતૃ પક્ષ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Damini Patel

Pitru Paksha 2021: પિતૃ પક્ષ આજથી શરૂ , 15 દિવસ સુધી ભૂલથી પણ ના કરતાં આમાંથી એકપણ કામ નહીંતર…

Bansari

Assam Rifles Recruitment Rally 2021-22 : આસામ રાઇફલ્સમાં દેશભરમાં નીકળી ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!