GSTV

Vastu Tips: મીઠાના આ એક ઉપાયથી ઘરમાં આવશે બરકત, આ રીતે દૂર થશે વાસ્તુ દોષ

મીઠું

Last Updated on August 27, 2020 by pratik shah

મીઠુ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે અને તે એક વાત પરથી સમજી શકાય છે કે, ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ જો વધારે પડતુ મીઠુ હોય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે.થોડુ મીઠુ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારથી મીઠાની શોધ થઈ છે, ત્યારથી એવું માનવામાં આવે છે કે, તેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની અદ્ભુત શક્તિ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે મીઠાથી ઘણા ચમત્કારી ઉપાયો પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મીઠુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારે છે. ક્યાં અને કેવી રીતે મીઠાનો ઉપયોગ કરવો જાણો.

આ રીતે કરો મીઠાના ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલયમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. હકીકતમાં મીઠું અને કાચ બંને રાહુની વસ્તુ છે અને તે રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે.

જો રાહુ, કેતુની ખરાબ દશા ચાલી રહી હોય અથવા મનમાં ખરાબ વિચારો આવતા હોય તો કાચના વાસણમાં મીઠું ભરીને ઘરનાં કોઈ પણ ખુણામાં રાખવું. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રોક સોલ્ટ લેમ્પનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. તે પરિવારની વચ્ચે તાલ-મેલ અને સુખ-સમૃદ્ધિ વધારે છે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાને દૂર કરે છે.

જો કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણ વખત તેના પણ ફેરવીને બહાર ફેંકી દેવું. તેવું કહેવામાં આવે છે તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.

સપ્તાહમાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું નાંખીને બાળકોને સ્નાન કરાવું, તેનાથી બાળકોને નજર નહીં લાગે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

Read Also

Related posts

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!