GSTV

ઘરના મુખ્ય બારણે તોરણનું છે આગવું મહત્વ, જાણો શું કહે છે વાસ્તુ

Last Updated on November 23, 2017 by

ઘરમાં બધુ જ બરોબર હોય તેમ છતાં  મન તથા ઘરના સભ્યોમાં નકારાત્મક ઉર્જા છવાયેલી રહેતી હોય તેમ લાગે છે.વાસ્તુ પ્રમાણે  જો ઘરના પ્રવેશ દ્વાર પાસે જ કેટલીક નકારાત્મક ઉર્જા હશે તો   ઘરમાં નકારાત્મક વાતાવરણ જ રહેશે ઘરમાંથી તેમજ પ્રવેશ દ્વાર પાસેથી નકારાત્કમ બાબતોને દૂર કરવા આ સરળ ટિપ્સ અપનાવવી જોઈએ. જેમ કે ઘરના મુખ્ય દરવાજે તોરણ લગાવવું અથવા તોસાંજના સમયે  દીવો કરવો કે પછી દરવાજા બહાર રાખેલી લાઇઠ ચાલુ કરવી. નાની અને સરળ બાબતો તમારા ઘરમાં ખુશીઓ લાવી શકે છે.

 

મુખ્ય દરવાજા સામેના વાસ્તુ દોષ

વાસ્તુ પ્રમાણે  ઘરના મુખ્ય દ્વાર સામે કોઈ દિવાલ કે વૃક્ષનો પડછાયો ન પડવો જોઈએ.

ઘરના મેઇન દરવાજા પાસે વેલ કે  નાનો છોડ મૂકવામાં આવે છે તે વાસ્તુની વાસ્વાસ્તુની રીતે યોગ્ય નથી.

ઘરનુમ મઉખ્ય દ્વારા ખોલો તેની સામે ક્યારેય સીડી ન હોવી જોઈએ. જો આમ હોય તો સીડી આગળ પડદો લગાવી દેવો જોઈએ.

ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં અંદરની તરફ જ ખૂલવો જોઈએ તે ધ્યાનમાં રાખવું.

વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાય

પહેલાના સમયમાં ઘરને તોરણથી સજાવવામાં આવતું હતું. જે  લાસ્તુની રીતે ખૂબ યોગ્ય છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

ઉપરાતં તમે વિંડ બેલ્સ પણ લગાવી શકો છો.

મુખ્ય દ્વાર પર ક્રિસ્ટલ બોલ લટકાવો ઉપરાંત મુખ્ય દરવાજે લાલ રંગની રીબિન કે કપડું બાંધવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

આટલું કરો આટલું ન કરો

ઘરની બહાર અજવાળાની વ્યવસ્થા  જરૂર કરો. શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નાનો બલ્બ કે ટ્યૂબલાઇટ જરૂરથી રાખવા અને અંધારુ થતા તે ચાલુ પણ કરી દેવા.

ઘરની બહાર નેમપ્લેટ લગાવી હોય તો તેને દરરોજ સાફ કરવાનું ન ભૂલતા.. જો નેમપ્લેટ પર ધૂળ બાજેલી હોય તો નકારાત્મક ઉર્જા ઝડપથી ઘરમાં પ્રવેશે છે.

તમારા ઘરની સામે શૂ રેક રાખ્યું હોય અથવા તો વાહનો પાર્ક થતા હોય  તો પ્રયત્ન કરો કે  તે મેઇન ડોરથી દૂર હોય.

 

Related posts

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel

આરોગ્ય સંભાળ / સવારે ખાલી પેટ કાચું લસણ ખાવાથી થાય છે ઘણા ફાયદા

Vishvesh Dave

ધાર્મિક / ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદીથી રહેવુ દૂર, ઘરમા લાવે છે દુર્ભાગ્ય અને થાય છે ધનહાનિ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!