ઘર કે ઑફિસ્માં ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી (Broom)નું ઘણુ મહત્વ હોય છે. તેને લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય તે વાત પર ધ્યાન આપ્યુ છે કે કે સાવરણીના કારણે ઘરમાં અનેક અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ અનુસાર, જો કચરો કાઢવામાં આ સાવધાની રાખવામાં ન આવે તો ઘરમાં બરકત નથી રહેતી.
તૂટેલી સાવરણીનો ઉપયોગ ટાળો
ઘણીવાર લોકો સાવરણી તૂટ્યા બાદ પણ તેનો ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર આવુ કરવુ અયોગ્ય છે. સાવરણી એકવાર તૂટી જાય તો તેને ફરીવાર જોડીને ઉપયોગમાં લેવી અશુભ માનવામાં આવે છે.

આ જગ્યાએ ન મુકો સાવરણી
જે તિજોરી અથવા કબાટમાં તમે પૈસા, ઘરેણા અથવા કિંમતી સામાન રાખો છે. તેની નીચે અથવા બાજુમાં ક્યારેય સાવરણી ન રાખો. આમ કરવાથી તમારા બિઝનેસ-સંપત્તિ પર ખરાબ અસર થાય છે.
સાવરણી આ રીતે ન મુકો
ઘર કે ઑફિસમાં સાવરણીને ક્યારેય ઉભી ન રાખો. આ અવસ્થામાં સાવરણી અપશુનિયાળ માનવામાં આવે છે. સાવરણીને હંમેશા જમીન પર આડી જ મુકવામાં આવે છે. તેનાથી તમારુ ખિસ્સુ અથવા બેન્ક બેલેન્સ ખાલી નહી થાય.

આ સમયે કરચો ન કાઢો
સૂર્યાસ્તના સમયે અટલે કે સંધ્યાકાળે કચરો કાઢવો વાસ્તુની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી મા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેથી સાંજ અથવા રાતના સમયે ઘર અથવા ઑફિસમાં કચરો ન કાઢો. જો મજબૂરીમાં આમ કરવુ પડે તો ઓછામાં ઓછો કચરો બહાર કાઢો. તેને તમે બીજા દિવસે સવારે કાઢી શકો છો.
આ દિશામાં સાવરણી રાખવી મનાય છે શુભ
સાવરણીને પશ્વિમ દિશાના કોઇ ઓરડામાં રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવી સારી માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ નહી થાય.

સાવરણીનો અનાદરન કરો
સાવરણીને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. તેથી હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે કોઇપણ વ્યક્તિનો પગ સાવરણી પર ન લાગે. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનો અનાદર થવાથી ઘરમાં અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.
આ દિવસે બદલો જૂની સાવરણી
જો તમે ઘર કે ઑફિસમાં ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી બદલવા માગતા હોવ તો તેના માટે શનિવારનો દિવસ સારો છે. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
Read Also
- પત્ની હતી ગર્ભવતી આવેશમાં આવીને પતિએ કર્યું એવું કામ કે પોલીસે ધકેલી દીધો જેલના સળિયા પાછળ
- ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત
- જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો
- પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત
- PPF ની મદદથી પણ બની શકો છો કરોડપતિ, જાણો કેટલા વર્ષો સુધી કરવું પડશે રોકાણ….