GSTV

Vastu Tips: ઘરમાં ભેજ આવે છે? કે જાળા થઈ ગયા છે? આ વાતને ન કરો નજરઅંદાજ ખાસ રાખો ધ્યાન નહીં તો….

Vastu Tips

વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips) અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓ વ્યક્તિના દૈનિક જીવન પર પ્રભાવ પાડે છે. જો ઘરની વસ્તુ અનુસાર સંતોલન હોય તો વ્યક્તિ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. જો ઘરમાં આર્થિક સમસ્યા, ક્લેશ અથવા કંકાશ વધારે હોય તો તેનું સમાધાન પણ વાસ્તુ શાસ્ત્રમાં મળે છે.

વાસ્તુના અનુસાર જે ઘરમાં વધુ ભેજ અમે ઘૂળ-માટી અથના દિવાલોના ખૂણામાં જાળો લાગેલા હોય તો તે ઘરમાં હંમેશા નકારાત્મકતા સંચાર થતુ રહે છે. આ ઘરના લોકો કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ જાય છે. તેની સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ કમજોર થઈ જાય છે. તેના માટે આ વાતોનુ ખાસ ધ્યાન રાખો કે ઘરમાં ધૂળ-માટી અથવા જાણા અથવા જાળો ન હોય.

આવો જાણીએ ઘરની આર્થિક સમૃદ્ધિ અને ખુશાલી માટે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

  1. જે લોકોના ઘરમાં જળની નિકાસી દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેને આર્થિક સમસ્યાઓની સાથે અન્ય ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જળની નિકાસી આર્થિક દષ્ટિથી શુભ માનવામાં આવે છે.
  2. ઘરના જે ખૂણામાં ભેજ આવી રહ્યો હોય ત્યાં સૂર્યની પર્યાપ્ત રોશનીની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ ઘરમાં પીળા રંગનો બલ્બ લગાવવો ઉચિત છે.
  3. ઘરમાં હંમેશા તુલસીનો છોડ લગાવો. આ છોડમાં સવારે સાંજે દીવો સળગાવો અને પૂજા કરો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
  4. ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણોને જમા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.
  5. ઘરમાં જો નળમાં પાણી ટપકે છે તો એવી સ્થિતિમાં ઘરનો ખર્ચ પણ વધી જાય છે.
  6. ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ લગાવવાથી સકારાત્મકતા વધે છે.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!