GSTV

વાસ્તુ ટિપ્સ/ તમે તો તમારા ઘરમાં આવી ભૂલો નથી કરતાં ને? નહીંતર હંમેશા રહેશે પૈસાની તંગી

પર્સ

Last Updated on April 19, 2021 by Bansari

વાસ્તુ શાસ્ત્રમાં નિર્માણથી લઇને ઘરના પ્રત્યેક સામાન માટે યોગ્ય દિશા અને સ્થાન જણાવવામાં આવ્યું છે. આ સાથે જ તમારી દિનચર્યામાં કાર્ય કરવાની રીતને લઇને પણ વાસ્તુમાં કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે. જાણતા-અજાણતા આપણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક અચાનક જીવન ધન અને અન્ય પરેશાનીઓ આવવા લાગે છે. કેટલીક વાતો ધ્યાનમાં રાખવાથી તમને ધન સંબંધિત મામલામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ તમારા પરિવારના સંબંધોમાં પણ ખટપટ થઇ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઇ છે આ ભૂલો…

સાવરણી

હિન્દુ ધર્મમાં સાવરણીને મા લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે. કચરો કાઢવાથી કચરાની સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે. પરંતુ કચરો કાઢવાથી લઇને સાવરણીને મુકવામાં પણ વિશેષ ધ્યાન રાખો. સૂર્યાસ્ત બાદ ક્યારેય કચરો ન કાઢો. આ ઉપરાંત સાવરણીને ક્યારેય એવા સ્થાન પર ના મૂકો જ્યાં આવનારા લોકોની નજર કે પગ લાગે. જો તમે સાવરણીને યોગ્ય રીતે ન રાખો તો તે તમારા ઘરમાં પૈસાની તંગીનું કારણ બની શકે છે.

તિજોરી

ધનની તિજોરીનો દરવાજો દક્ષિણ દિશા તરફ ન ખુલે

વાસ્તુ અનુસાર ધન રાખવાની તિજોરીનો દરવાજો ક્યારેય દક્ષિણ દિશા તરફ ન ખુલવો જોઇએ. જો તમારા ઘર અથવા ઑફિસની તિજોરી અથવા ધન રાખવાની તિજોરીનો દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલતો હોય તો હંમેશા ધનની કમી રહેશે. તિજોરી અથવા ધન રાખવાની તિજોરીને દક્ષિણ દિશામાં એ રીતે રાખો જેથી તેને ખોલતી વખતે તેનુ મુખ ઉત્તર દિશા તરફ રહે. ઉત્તરને કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તિજોરીનો દરવાજો ખોલવાથી હંમેશા ધનની બરકત બની રહે છે.

વાસ્તુ

ઘરના મુખ્યદ્વાર પર ગંદકી

ઘરના મુખ્ય દ્વારથી લોકોની અવર-જવર થાય છે અને મુખ્ય દ્વારથી જ ઘરમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર બિલકુલ ગંદકી ન હોવી જોઇએ. આ સાથે જ ધ્યાન રાખો કે મુખ્ય દ્વારનો ઉંબરો ક્યાંયથી તૂટેલો ન હોવો જોઇએ. જો મુખ્ય દ્વાર પર ગંદકી હોય અથવા કચરાપેટી રાખવામાં આવે તો તેને તરત જ હટાવી દો અથવા તો ધનની ઉણપ પણ રહે છે. સવારે ઉઠ્યા બાદ આપણે થોડી વાર માટે ઘરનો મુખ્ય દ્વાર ખોલી નાંખવો જોઇએ અને મુખ્ય દ્વાર પર કચરો કાઢીને પાણી નાખીને સફાઇ કરવી જોઇએ. નેતાથી તમારા ઘરમાં મા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ આવે છે.

વાસ્તુ

નળ ટપકવો

ક્યારેક આપણા ઘરમાં નળમાંથી પાણી ટપકવા પર ધ્યાન નથી આપતી. પરંતુ તેના કારણે તમને ધનની તંગી થઇ શકે છે. એવુ માનવામાં આવે છે કે જે રીતે ફાલતુ જળ વહી જાય છે તે જ રીતે તમારા ઘરમાંથી ધન પણ બહાર જાય છે અને તમારી આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે.

Read Also

Related posts

વાયરલ વિડીયો / પોતાના લગ્નના દિવસે પણ ઓફિસનું કામ કરતી જોવા મળી દુલ્હન, કહ્યું- હું તો પરેશાન થઈ ગઈ

Vishvesh Dave

ટેક ટિપ્સ / સ્લો સ્માર્ટફોનને કેવી રીતે બનાવવો ફાસ્ટ? સ્ટેપ બાય સ્ટેપ અનુસરો આ પગલાં

GSTV Web Desk

ગ્રામીણ વિસ્તારમાં પિડિયાટ્રિશ્યનની ભરતી થાય એવી અમદાવાદ મેડિકલ એસોસિએશને કરી માંગ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!