GSTV

વાસ્તુ ટિપ્સ: સૂતી વખતે આ નિયમોનું પાલન કરવું છે જરૂરી નહી તો મુકાઇ જશો મોટી મુશ્કેલીમાં

વાસ્તુશાસ્ત્રમાં બેડ પર સૂવા માટે કેટલાક ખાસ નિયમ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.જે કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતી તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતી નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે મનુષ્ય આ વાતોનું પાલન નથી કરતા તેમણે જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ધન સંબંધી નુકસાન પણ થાય છે. એટલા માટે બધા લોકોએ બેડરૂમ સંબંધી નિયમોનું વિષેશ રીતે ધ્યાન રાખવું જોઈએ. તેનાથી જીવનમાં સફળતા મળવાની તક મળે છે.

બેડરૂમ સાથે જોડાયેલા નિયમ આ પ્રકારના છે

1. ઊંઘતી વખતે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પગ રૂમના દરવાજાની તરફ ન હોવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી.

2. ઘડિયાળને ક્યારેય પણ પોતાના માથાના નીચે, બેડની પાછળ અથવા સામે રાખીને ન સૂવું જોઈએ. તેનાથી બેડ પર સૂનાર વ્યક્તિ ચિંતા અથવા તણાવમાં રહે છે.

3. જે બેડ પર સૂતા હોય તેના પર સિમ્પલ ડિઝાઈનવાળી ચાદર અને તકિયા રાખવા જોઈએ. વધારે ડિઝાઈનવાળા અથવા રંગબેરંગી તકિયા અને ચાદરથી મગજ શાંત રહેતુ નથી.

4. બેડની વચ્ચે કોઈ લેમ્પ, પંખો અથવા ઈલેક્ટ્રોનિક વસ્તુ ન હોવી જોઈએ. તેનાથી બેડ પર ઊંઘનાર વ્યક્તિની ડાઈજેશન સિસ્ટમ ખરાબ રહે છે.

5. બેડરૂમમાં આછો ગુલાબી રંગનો પ્રકાશ હોવો જોઈએ, તેનાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે.

Read Also

Related posts

Health / શું મગજને અપગ્રેડ કરી શકાય છે? જાણો વિજ્ઞાનની મદદથી તેને ધારદાર બનાવવાની રીતો

Vishvesh Dave

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!