GSTV

ઘરમાં શૉપીસ કે ચિત્રો લગાવતાં પહેલા વાસ્તુના આ નિયમ જાણી લો, ફાયદાના બદલે ક્યાંક નુકસાન ન થઇ જાય

વાસ્તુ

Last Updated on January 30, 2020 by Bansari

તમે ઘણા લોકોના ઘરમાં જોયું હશે કે  તેમણે શો પીસ તરીકે અથવા તો દિવાલ પર વહેતા ધોધ, નદીઓ અને પાણીના ચિત્રો લગાવ્યા હોય છે. આમ કરનાર લોકો વાસ્તુશાસ્ત્રના મહત્ત્વના નિયમ વિશે જાણતા હોય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં વહેતા પાણીની તસ્વીર મૂકવી શુભ ગણાય છે. જો કે આવા ચિત્ર કે શોપીસ ઘરમાં મુકતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

– ઘરના સભ્યો તેમજ વેપાર,ધંધાને લોકોની ખરાબ નજર બચાવવા માટે મુખ્ય કોરિડોર અથવા બાલ્કનીમાં પાણીથી સંબંધિત કોઈ ચિત્ર અથવા શો-પીસ રાખવું.

– રસોડામાં પાણી સંબંધિત કોઈપણ શો-પીસ કે ફોટો મકવા નહીં. રસોડામાં પાણી સંબંધિત શો પીસ કે તસવીરો રાખવી શુભ માનવામાં આવતી નથી.

– જો તમે ઘરમાં ફાઉંન્ટેન લગાવવા ઈચ્છો તો તે ઘરની ઉત્તર અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં જ હોવો જોઈએ. આમ કરવાથી  ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે છે. 

– ઘરના ઇશાન ખૂણામાં માટીના વાસણમાં અથવા જગમાં પાણી ભરીને રાખવું.  આમ કરવાથી ઘરના લોકોનું દુર્ભાગ્ય સમાપ્ત થાય છે અને દરેક કામમાં સફળતા મળે છે.

-જો તમારા ઘરમાં બગીચો હોય તો તમે ત્યાં વોટરફોલ લગાવી શકો છો.  ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે ધોધમાંથી વહેતા પાણીની દિશા ઘર તરફની હોય તે બહારની તરફ ન વહેતો હોય.

Read Also

Related posts

Health / શું મગજને અપગ્રેડ કરી શકાય છે? જાણો વિજ્ઞાનની મદદથી તેને ધારદાર બનાવવાની રીતો

Vishvesh Dave

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!