GSTV
Home » News » જો ઘરમાં આવા ફોટો હોય તો તરત હટાવી દો,નહી તો આજીવન રહેશો દુ:ખી

જો ઘરમાં આવા ફોટો હોય તો તરત હટાવી દો,નહી તો આજીવન રહેશો દુ:ખી

ઘરની સજાવટથી તે ઘરમાં રહેતા લોકોનું વ્યક્તિત્વ કેવું હશે તેનો ખ્યાલ આવે છે. ઘરને સજાવવા આપણે જાતજાતના માર્ગ અપનાવીએ છીએ. જેમ કે અવાર-નવાર ફર્નીચરની જગ્યા બદલીએ છીએ, પડદા બદલીએ છીએ, ડેકોરેશનના સામાનમાં ફેરફાર કરીએ છીએ. આ બધામા ઘરમાં મનપસંદ ફોટો લગાવવાનો પણ સમાવેશ થાય છે.

જો કે આ બધામાં આપણે વાસ્તુનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. જેના લીધે અજાણતા જ નકારાત્મકતા ઘરમાં પ્રવેશી જાય છે. આમ તો ફોટો ઘરને સુંદર દર્શાવે છે પણ કેટલાક ફોટો નેગેટિવ એનર્જી ક્રિએટ કરતાં હોય છે. તેથી જ આજે આપણે વાત કરીશું કે વાસ્તુમુજબ કેવા ફોટો ઘરમાં લગાવવાનું તમારે ટાળવું જોઈએ. 

2. ઘરમાં વહેતા પાણીના ઝરણાનો ફોટો ના લગાવશો. વહેતુ પાણી ઘરની લક્ષ્મીના જવાનું પ્રતીક છે. આ ફોટો લગાવશો તો ધનનું નુકસાન થઇ શકે છે.

3.ઘણાં લોકોને ઘરમાં જંગલી પ્રાણીઓના ફોટો લગાવવાનું ગમે છે. પરંતુ જંગલી અને હિંસક પ્રાણીના ફોટો લગાવવાથી વાતાવરણ કંકાસભર્યુ થાય છે અને પરિવારમાં ઝઘડા થયા કરે છે.

4. નાના બાળકો કોને ના ગમે. એમનું રમવું અને રડવું બંને આકર્ષિત કરે છે. ઘણાં લોકો ઘરમાં માસૂમ બાળકોના ફોટો લગાવે છે. ખિલખિલાતા બાળકોના ફોટો આનંદના આગમનનું પ્રતીક બની શકે છે જ્યારે રડતા બાળકનો ફોટો ઘરમાં ખરાબ ભાગ્યને આમંત્રણ આપે છે. તેથી ઘરમાં કદી રડતા બાળકનો ફોટો ના લગાવશો.

5. ઘણાં લોકોને દરિયાઈ મુસાફરીનો શોખ હોય છે. તેથી તે ઘરમાં આવા જહાજના ફોટો ઘરમાં લગાવે છે. જો કે ફોટો પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે દરિયાની લહેરો સામે ઝઝૂમતા જલસમાધિ લેનારા જહાજનો ફોટો પસંદ ના કરશો. આવા ફોટો મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વાસ્તુ મુજબ આવા ફોટો ગૃહસ્વામી માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

6. પરિવારના સભ્યોમાં પ્રેમભાવના જ ઘરને જીવંત રાખે છે. ઘરમાં રહેતા લોકોમાં પારસ્પરિક સામંજસ્ય કે સમજણ નહીં હોય તો સંબંધ વેરવિખેર થઈ જશે. તેથી ઘરની સજાવટમાં કદી યુદ્ધ કે જાદુગરના ફોટો ના લગાવશે. કારણ કે આનાથી ઘરમાં ઝઘડા થઇ શકે છે અથવા વાતાવરણ તંગ રહી શકે છે.

Related posts

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

ભરૂચમાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Riyaz Parmar

ખાનગી ક્ષેત્રની સૌથી બેંકે ગ્રાહકોનો આપ્યો મોટો ઝટકો, બેન્કે FD પર લીધો આ નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!