GSTV
Home » News » વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ધનના દેવતા વરસાવશે ભાગ્ય અને સમૃદ્ધિ

વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ધનના દેવતા વરસાવશે ભાગ્ય અને સમૃદ્ધિ

સંપત્તિ વધારીને ખુશહાલ જીવન જીવવું એ દરેક વ્યક્તિની મહેચ્છા હોય છે ત્યારે વાસ્તુની કેટલીક ટિપ્સ અપનાવીને તમે ધનના દેવતાને ખુશ કરી શકો છો.  ધનના દેવતા કુબેર   ખુશ થાય ત્યારે સંપત્તિ, ભાગ્ય તથા સમૃદ્ધિ વરસાવે છે.  મોટા ભાગે પરિવારનો પુરૂષ ઇચ્છે છે કે તે વધારે કમાણી કરે.અને તેના માટે તે આકરી મહેનત કરે છે. અને તે પૈસા સમજીને વાપરે છે તથા તેનું રોકાણ પણ કરે છે. તમારી સંપત્તિનો ક્ષય ન થાય અને  તેમાં સતત વૃદ્ધિ થાય તે માટે  આ પ્રકારની વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ.  આ  વાસ્તુ ટિપ્સ તમે ઘરમાં તેમજ કાર્યાલયમાં પણ અપનાવી શકો છો.

  • ટપકતા નળ અથવા તો કોઈ કાણામાંથી ટપકતું પાણી વાસ્તુમાં સહેજ પણ  યોગ્ય માનવામાં આવતું નથી.  કારણ કે વાસ્તુ પ્રમાણે કોઈ પણ માધ્યમમાંથી  નળ, પાઇપ, ટ્યૂબ, પાણીની ટાંકીમાંથી લગાવેલા નળમાંથી પાણીનો સ્ત્રાવ થાય તે   નાણાનું નુકસાન દર્શાવે છે.
  • આ પૈસાનું નુકસાન વ્યક્તિની જાણકારી વિના જ થતું હોય છે. એટલા માટે ધ્યાન રાખો કે ઘરમાં અથવા તો ઓફિસમાં નળ કે સિંકમાં ક્યાંય પણ પાણી ટપકતું ન હોય. તેનાથી તમને આર્થિક નુકસાન થાય છે.
  • ઘરના દરવાજે મુખ્ય દ્વાર એક સીધી રેખામાં ન હોવા જોઈએ, કારણ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય તથા સંપતિ પર નકારાત્મક રીતે પડે છે.
  • તમારા ઘરમાં હકારાત્મક દર્શાવતા ચિત્રો લગાવવાને કારણે   ઘરમાં હકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.  આ હકારાત્મક ઉર્જાની અસર તમારા નાણા, સંબંધો તથા  સ્વાસ્થ્ય પર પણ થાય છે.

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!