GSTV

વાસ્તુ ટિપ્સ / આજે જ ઘરમાંથી બહાર કરી દો આ વસ્તુ, પ્રાપ્ત થશે સુખ-સમૃદ્ધિ

Last Updated on June 5, 2021 by Zainul Ansari

નોકરી-વેપારમાં તરક્કી, ધન-સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખ-શાંતી જેવી તમામ પહેલુઆના સંબંધ ઘરના વાસ્તુ સાથે પણ જોડાયેલું હોય છે. ઘરમાં રાખેલી વસ્તુ જ્યા વિભિન્ન મામલાઓમાં શુભ સાબિત થાય છે, જ્યારે કેટલીક વસ્તુઓ અવરોધ બની જાય છે. આજે એ વસ્તુ અંગે જાણીએ જે વાસ્તુ દોષનું કારણ બને છે અને દરેકમાં કામમાં અવરોધ ઉત્પન્ન કરે છે.

વાસ્તુ

ઘરમાંથી આ વસ્તુઓ તરત બહાર કરો

ભગવાન અને દેવીઓની ખંડિત મૂર્તિઓ

શાસ્ત્રો અનુસાર દેવ-દેવીઓની મૂર્તિઓ અથવા ચિત્રો સકારાત્મક ઊર્જા મળે છે, પરંતુ જો તે ખંડિત થઈ જાય છે, તો તેમાં નકારાત્મક ઊર્જાનું વાસ થઇ જાય છે. તેથી જૂની અને તૂટેલી મૂર્તિઓને કાં તો જમીનમાં દફનાવી અથવા પાણીમાં ફેંકી દેવી જોઈએ.

બંધ ઘડિયાળ

બંધ ઘડિયાળો તમારા સારા સમયને ખરાબ સમયમાં બદલી શકે છે. તેથી બંધ ઘડિયાળો ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળો ખરાબ સમય લાવે છે. સાથે જ ખરાબ ઘટનાઓ સમાપ્ત થવા દેતી નહીં.

બંધ તાળા

બંધ ઘડિયાળની જેમ, બંધ તાળા પણ ખૂબ અશુભ છે. તે તમારું નસીબ બંધ કરી શકે છે અને કમનસીબને જગાવી શકે છે. તેથી ખરાબ અથવા બંધ તાળાઓ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. ઘરમાં બંધ તાળુ રાખવાથી કારકિર્દીમાં અવરોધ આવે છે અને લગ્નજીવનમાં વિલંબ થાય છે.

ખરાબ ચંપલ અને બૂટ

બૂટ અને ચંપલનો સંબંધ સંઘર્ષ સાથે સંકળાયેલો છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં ઓછા સંઘર્ષ રહે, તો હંમેશા સ્વચ્છ અને સારા બૂટ અને ચંપલ પહેરો. ખરાબ બૂટ-ચંપલને શનિવારે ઘરની બહાર નિકાળી દેવું જોઈએ. તે શનિના દુષ્પ્રભાવોને ઘટાડે છે.

જૂના અને ફાટેલા કપડાં

કપડાં નસીબથી સંબંધિત હોય છે. તેથી દરેક વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ અને ફાટેલા ના હોય તેવા કપડાં પહેરવા જોઈએ. ફાટેલા કપડાને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ કારણ કે તે પણ પ્રગતિમાં અવરોધ બની જાય છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!