GSTV
Gujarat Government Advertisement

Vastu Tips/ તમારા જીવનમાં ધન, ખુશી અને સૌભાગ્ય વધારશે આ ઉપાય, એક વખત જરૂર કરો ટ્રાય

Last Updated on January 23, 2021 by Ankita Trada

ઘણીવખત એવુ થાય છે કે, લોકો ઘર બનાવતા સમયે પોતાની સુવિધાનું વધારે ધ્યાન રાખે છે, પરંત આ દરમિયાન વાસ્તુના મહત્વને ભૂલી જાય છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારો પ્રમાણે, ઘરનું નિર્મામ કરતા સમયે વાસ્તુનું ધ્યાન રાખવાથી જ્યાં ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે, તો સુખ, સંપદા અને ખુશી પણ આવે છે. આ કારણે ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પણ વાસ થાય છે. વાસ્તુ દોષની સીધી અસર ગૃહસ્વામી અને ગૃહસ્વામિની પર પડે છે. તમને જણાવી દઈએ કે, કેટલીક એવી વાસ્તુ ટિપ્સ જેને અપનાવવાથી વધશે તમારી સૌભાગ્ય અને ધન…

થાય છે આર્થિક વૃદ્ધિ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરના ઈશાન ખૂણા અને ઉત્તર દિશાને સાફ, સ્વચ્છ, ખુલ્લુ અને હળવું રાખો. આવુ કરવાથી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે.

સુખ-શાંતિનો પણ થાય છે વાસ

જો ઘરના ઈશાન ખૂણા અને ઉત્તર દિશામાં કચરો અથવા બિનજરૂરી સામાન રાખેલ હોય તો, તેને હટાવી દો. કહેવામાં આવે છે કે, આવુ કરવાથી ધનનો માર્ગ ખુલે છે અને ઘરમાં સુખ-શાંતિનો પણ વાસ થાય છે.

ધન-ધાન્યની નથી રહેતી ખામી

ઘરની પૂર્વ અને પશ્વિમ દિશાની વચ્ચે હળવા અને ઓછી ઉંચાઈના દરેક પ્લાન રાખી દો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવુ કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખામી રહેતી નથી.

થાય છે ધનની પ્રાપ્તિ

પોતાના ઘરના બ્રહ્મસ્થાન અર્થાત કેન્દ્રને સાફ-સુથરુ અને ખુલ્લુ રાખો. કહેવામાં આવે છે કે, આવુ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

આવક અને ધનમાં થાય છે વૃદ્ધિ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિવસે ઉત્તર દિશામાં અરીસો લગાવો. આ દિશામાં અરીસો લગાવવાથી પોઝિટિવ ઉર્જાનો સંચાર વધે છે. જેનાથી આવક અને ધનમાં વૃદ્ધિ થાય છે.

પ્રસન્ન થાય છે કુબેર દેવતા

ઉત્તર દિશાના પ્રમુખ દેવતા કુબેર છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનો સંકેત આપે છે. જ્યોતિષ મુજબ બુદ્ધ ઉત્તર દિશાના સ્વામી છે. ઉત્તર દિશાને માતૃ સ્થાન પણ કહેવામાં આવે છે. આ દિશામાં જગ્યા ખાલી છોડવી અથવા કાચી જમીન છોડવી એ સંપત્તિ અને સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!