GSTV

Vastu Tips: ઘરમાં નથી ટકતા રૂપિયા? ક્યાંક આવી ભૂલો તમે પણ નથી કરી રહ્યાં ને?

ભૂલ

Last Updated on August 27, 2020 by pratik shah

મોટાભાગના લોકોને ધન સાથે સંબંધિત મુશ્કેલી હોય છે કે ધનનો સંચય નથી થઇ શકતો. તમામ કોશિયો બાદ પણ ઘરમાં રૂપિયા નથી ટકતાં. કોઇ કારણ વિના ખોટા ખર્ચ થાય છે, અથવા તો આર્થિક સમસ્યા આવતી જ રહે છે. વાસ્તુ અનુસાક લોકો કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમને ધન સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો તમને જણાવીએ તે કારણો જેના કારણે ઘરમાં બરકત નથી રહેતી.

ભૂલથી પણ ના કરતાં આવી ભૂલ

કેટલાક લોકો આખા ઘરની સફાઇ કરે છે પરંતુ સૌથી ઉપર છત પર ધ્યાન ના જવાના કારણે કચરો-ધૂળ વગેરે જમા થઇ જાય છે. વાસ્તુ અનુસાર છત પર કચરો એકઠો થવાના કારણે તમારે ધન સાથે સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ છત પર કચરો એકઠો થવા પર માનસિક પરેશાનીઓ પણ થાય છે. તેથી છત પર ક્યારેય કચરો એકઠો ન થવા દો.

સંપત્તિના સંચય માટે પૈસા રાખવા માટે યોગ્ય દિશા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો પૈસાને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે અથવા તે દિશામાં કોઈ ખામી હોય તો ક્યારેય સંપત્તિનો સંગ્રહ થતો નથી. તેથી, તમે તિજોરીમાં પૈસામાં રાખો છો તેને પશ્ચિમ દિશામાં રાખો, જેથી તેનો દરવાજો પૂર્વ દિશામાં ખુલશે. આ ઉપાય સંપત્તિના સંગ્રહમાં મદદ કરે છે. જ્યાં પૈસા રાખવામાં આવે છે તે સ્થાનની શુદ્ધતાની પણ કાળજી લેવી જોઈએ, કબાટ અથવા તિજોરીની આજુબાજુ જાળા થઇ જાય તો તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ.

જો તમે તમારા ઘરમાં સજાવટ વગેરે માટે જળથી ભરેલુ પાત્ર રાખતા હોવ તો તેને ઉત્તર દિશા તરફ રાખો પરંતુ તે પાત્રમાંથી જળ ઢોળાવુ ન જોઇએ. ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે તેથી આ દિશામાં જળ રાખવુ યોગ્ય માનવામાં આવે છે. તેનાથી ધન સંબંધિત મુશ્કેલીઓ સમાપ્ત થવા લાગે છે.

ઘરમાં ક્યારેય નળમાંથી પાણી ન ટપકવુ જોઇએ. કહેવામાં આવે છે કે જે રીતે નકામુ પાણી વહે છે, તે ઘરનું ધન પણ વહી જાય છે. તેથી ઘરમાં કોઇ નળ તૂટેલો હોય અને તેમાંથી પાણી વહેતુ હોય તો તેને તરત જ રિપેર કરાવી લો.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!