GSTV

જાણો… ઘરના કયા ખૂણે તિજોરી મુકવાથી ઘરમાં છલકાશે લક્ષ્મી

દરેકની ઇચ્છા હોય છે કે ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે. આ માટે લોકો અનેક ઉપાયો પણ કરતાં હોય છે. કેટલાંક લોકો પૂજા-પાઠ, હવન કરે છે તો કેટલાંક પોતાનું ઘર વાસ્તુ મુજબ બનાવડાવે છે. એ જ રીતે જો તમે કેટલીક વસ્તુઓને ઘરમાં વાસ્તુ મુજબ ગોઠવો તો એની અસર તમારા જીવનમાં થાય છે.

અહીં વાસ્તુને લગતી કેટલીક વાતો ખાસ તમારા માટે મુકવામાં આવી છે: 

1. ડ્રેસિંગ ટેબલ સાથેનો અરીસો પૂર્વ કે ઉત્તરની દિવાલમાં હોવો જોઈએ

2. કબાટ બેડરૂમમાં ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ તરફ હોવું જોઈએ. ટીવી, હીટર અને એર કંડીશનર દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હોવાં જોઈએ.

3. વાંચવા-લખવાની જગ્યા પૂર્વ કે બેડરૂમમાં પશ્ચિમની તરફ હોવી જોઈએ અને ભણતી વખતે મોઢું પૂર્વ દિશામાં હોવું જોઈએ. બેડરૂમમાં સેફ કે તિજોરી દક્ષિણની દિવાલે રાખવી જોઈએ, ખુલતી વખતે એનો દરવાજો ઉત્તરની તરફ ખુલવો જોઈએ. આનાથી કદી પૈસાની કમી નહીં પડે.

4. દક્ષિણ- પશ્ચિમ અને પશ્ચિમ ખૂણો કદી ખાલી ના રાખવો જોઈએ.

5. બેડરૂમ સાથેનું અટેચ બાથરૂમ રૂમમાં પશ્ચિમ કે ઉત્તરમાં હોવું જોઈએ.

6. સૂતી વખતે સારી ઉંઘ આવે એ માટે માથું પૂર્વ કે દક્ષિણ તરફ રાખવું જોઈએ.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિશે અમે એવો કોઈ દાવો નથી કરતાં કે તે સંપૂર્ણપણે સત્ય કે સચોટ છે અથવા તો આ વાતોને અપનાવવાથી તમને અપેક્ષિત પરિણામ મળશે. આને અપનાવતાં પહેલા તમારે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.

Read Also

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!