GSTV
Home » News » આ દિશામાં હશે ઘરની બારી તો થશો માલામાલ, ઘરમાં રહેશે સમૃદ્ધિ

આ દિશામાં હશે ઘરની બારી તો થશો માલામાલ, ઘરમાં રહેશે સમૃદ્ધિ

ઘરનો મહત્વપૂર્ણ ભાગ હોય છે તેના બારી અને દરવાજા જ્યારે કોઈ પણ બહારની વ્યક્તિ તમારા ઘરે આવે છે તો સૌથી પહેલા તે દરવાજાથી અંદર આવે છે.

બારી અને દરવાજાથી ઘરની ગોપનીયતા બની રહે છે અને ઘરમાં રહેતા લોકોને તેનાથી સુરક્ષા પણ મળે છે.

ભારતનાં પ્રાચીન વિજ્ઞાન વાસ્તુશાસ્ત્રમાં બારી-બારણાની સ્થિતિને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બારી-બારણા કેટલા અને કઈ દિશામાં હોવા જોઈએ અને તેનો આકાર કેવો છે.

તેમા ગ્લાસ કઈ રીતે લગાવામાં આવ્યો છે, તેનો કલર કેવો છે તે તમામ બાબતો વિશે જણાવામાં આવ્યું છે.

વાસ્તુના સિદ્ધાત અનુસાર બારી-બારણા તે ઘરમાં રહેતા લોકોને માનસિક સુખ શાંતિ આપે છે તેમજ તેમને અનેક સમસ્યાથી બચાવે છે.

જાણો બારી-બારણાને લઈને વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે

– વાસ્તુશાસ્ત્રની અનુસાર ઘરમાં લગાવામાં આવતા તમામ બારી અને બારણાની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે, 2,4,6,8 આ પ્રકારે, જ્યારે તેમાં અપવાદ છે સંખ્યા 10 એટલે કે બારી-બારણાની સંખ્યા 10 ના હોવી જોઈએ.

– ઘરના મુખ્ય દરવાજા પર કોઈ અડચણન ન હોવી જોઈએ જેમ કે, છોડ, ઝાડ, સીડી, થાંભલો ન હોવું જોઈએ.

બારી અને બારણા

– મુખ્ય દરવાજાને પવિત્ર ચિન્હ જેમ કે, ગણેશ, ઓમ, લક્ષ્મી, સ્વસ્તિક લગાવી શકાય છે.

– દરવાજા અને બારી એક બીજાની વિરુદ્ધ દિશામાં લગાવા જોઈએ જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે છે. આધુનિક ભાષામાં તેને ક્રોસ વેંટિલેશન કહેવામાં આવે છે.

દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે

– જો તમારા ઘરમાં બે મુખ્ય દરવાજા હોય તો આ સ્થિતિમાં દિશા યોગ્ય હોવી જરૂરી છે. તે માટે પૂર્વની સાથે ઉત્તર અને પશ્ચિમ, પશ્ચિમની સાથે ઉત્તર અને પૂર્વ દિશા યોગ્ય છે. દક્ષિણની સાથે પશ્ચિમન-પૂર્વ દિશા તરફ મુખ્ય દરવાજો ન હોવો જોઈએ.

– આ જ રીતે બારીને લગાવતી વખતે પણ દિશાનું ધ્યાન રાખવું પડે છે. ઉત્તર દીવાલ પર બારી લગાવી રહ્યા હોય તો તેને ઉત્તર-પૂર્વની તરફ લગાવી જોઈએ.

– જો તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો ધ્યાનમાં રાખવું કે ઘરનો મુખ્ય દરવાજો બહારની તરફ ખૂલે તેવો ન હોવો જોઈએ.

– ઘરની તમામ બારીનો આકાર-પ્રાકર અને સાઈઝ એક જ જેવી હોવી જોઈએ. ફેંન્સી આકારની બારી-બારણા લગાવાથી દૂર રહેવું.

– બારી-બારણા તૂટેલા ન હોવા જોઈએ.

– ઘરમાં એટોમેટિક ખુલે અને બંધ થઈ જાય તેવો દરવાજો ન લગાવો જોઈએ. તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉભી કરે છે.

– દરવાજો દીવાલની મધ્યમમાં ન લગાવો જોઈએ અને દીવાલના કોર્નર જગ્યાએ પણ ન લગાવો જોઈએ.

– દરવાજા અને બારીને ખોલતા-બંધ કરતા સમયે અવાજ ન આવવો જોઈએ. જો આવું થતું હોય તો તરત તેને સરખુ કરાવી લેવું, તેનાથી પરિવારમાં ઝગડા થાય છે.

Read Also

Related posts

રક્ષકો જ બન્યા ભક્ષક : દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો

Dharika Jansari

સવારના નાસ્તામાં બ્રેડ ખાવું કેટલું યોગ્ય, જાણો હેલ્થ માટે છે નુકસાનકરતા

Dharika Jansari

મસૂરની દાળ છે ગુણોથી ભરપૂર, સેવનથી થશે અનેક લાભ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!