GSTV
Home » News » નોકરીમાં થશે બઢતી અને ક્યારેય નહીં સતાવે કોઈ સમસ્યા, કરો માત્ર આ સરળ કામ

નોકરીમાં થશે બઢતી અને ક્યારેય નહીં સતાવે કોઈ સમસ્યા, કરો માત્ર આ સરળ કામ


કારર્કિદીમાં સફળ થવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તેમને મહેનત કરવા છતાં લાભ પ્રાપ્ત થતો નથી. દિવસ રાતની મહેનત છતા જ્યારે સફળતા ન પ્રાપ્ત થાય ત્યારે લોકો દુખી અને હતાશ થઈ જાય છે. આવી સ્થિતીમાંથી બહાર આવવું હોય તો અહીં કેટલીક વાસ્તુ ટીપ્સ દર્શાવવામાં આવી છે. આ ટીપ્સ ફોલો કરવાથી સફળતા પ્રાપ્ત થવા લાગશે.

જે જગ્યાએ બેસી તમે કામ કરો ત્યાંનું વાતાવરણ તમારા પર અસર કરે છે. જો તમારી આસપાસનું વાતાવરણ બરાબર નહીં હોય તો તમને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત થશે નહીં. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાને વાસ્તુ દોષથી મુક્ત રાખવી જરૂરી છે. વાસ્તુ અનુસાર ઓફિસમાં કામ કરતી વખતે વ્યક્તિએ તેનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. 

વાસ્તુ નિષ્ણાંતોના મતાનુસાર ઉત્તર દિશાને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ઉત્તર તરફ બેસી કામ કરવાથી સફળતા અચૂક મળે છે. ઘરમાં ટીવી પણ એવી રીતે રાખવું જોઈએ કે તે સમયે મુખ ઉત્તર દિશામાં રહે.

વાસ્તુ અનુસાર ઉત્તર અને દક્ષિણ દિશામાં ઘરનું પ્રવેશ દ્વાર ન હોવું જોઈએ. આ દિશામાં બાલકની બનાવી શકાય છે. ઘરને પૂર્વ કે પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ. આ દિશામાં ઘરમાં બનેલું હશે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે છે. 

Read Also

Related posts

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva