GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

વાસ્તુ ટિપ્સ : ઘરની બહાર વાવો આ વૃક્ષ, નકારાત્મક ઉર્જા રહેશે દૂર

વાસ્તુશાસ્ત્રમાં આસોપાલવને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આસોપાલવને ઘરની બહાર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આસોપાલવને ઘરમાં કઇ દિશામાં લગાવવા જોઇએ તેનો ઉલ્લેખ પ્ણ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવા જોઇએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ શક્ય બની રહે છે. ઘરમાં આસોપાલવ હોવાથી સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ બની રહે છે તેમજ અકાળ મૃત્યુ થતુ નથી. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવ ઘરમાં લગાવવાથી પરિવારની મહિલાઓની શારીરિક તેમજ માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. જો મહિલા આસોપાલવના વૃક્ષને દરરોજ જળ અર્પણ કરે છે તો તેમના વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ બની રહે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહારના દરવાજા પર આસોપાલવના પાંદડાઓનું તોરણ બાંધવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી. 

જે બાળકોને અભ્યાસ કર્યા બાદ પણ કંઇ યાદ રહેતુ નથી તે લોકોએ દરરોજ થોડોક સમય આસોપાલવના વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરવો જોઇએ જેનાથી તેમની યાદશક્તિ વધશે.

Read Also

Related posts

પાકિસ્તાનની યુવતી સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા યુવાન કચ્છથી પાકિસ્તાન જવા નીકળ્યો હોવાનો દાવો

Nilesh Jethva

આફતને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી : ઉકાળો પીવાથી કંટાળ્યા હોય તો અજમાવો આ ઇમ્યુનિટી વધારતો કોલ્ડ શેક

Nilesh Jethva

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!