GSTV

વાસ્તુ ટિપ્સ અપનાવો અને ઘરને રાખો સ્વચ્છ તથા સુંદર

Last Updated on January 23, 2018 by

વાસ્તુ ઘરની સુખ શાંતિની સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ચીજોને દૂર કરી  સ્વચ્છ અને સુંદર કેમ રાખવું તે અંગે પણ સરળ ઉપાયો દર્શાવે છે. જો ગૃહિણીઓ આ ઉપાયને અનુસરે તો તેમને ઘરને સ્વચ્છ રાખવામાં વધારે જહેમત નહીં ઉઠાવવી પડે.

ઘરમાં દિવસમાં બેથી ત્રણ વખત સ્ત્રીઓ પોતું કરતી હોય છે અને ઘરને સ્વચ્છ રાખવાની કોશિશ કરતી હોય છે હવે તમારે માત્ર પોતું કરવાનું હોય ત્યારે તે પાણીમાં મીઠું ઉમેરવાનું છે. જો તમારે લાકડાનું ફ્લોર હોય કે પછી ટાઇલ્સ હોય તો આ ઉપાય તમારે માટે બેસ્ટ છે. જેનાથી લાંબો સમય સુધી ઘર સાફ અને ફ્રેશ રહે છે.

પ્રકૃતિને તેની પોતાની સુંદરતાની ભેટ છે ઘરમાં સુંગધિત ઝાડ, છોડ રાખવાથી સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય બંને જળવાઇ રહે છે ઘરમાં સુંગધિત છોડ વાવવાથી વાતાવરણ પણ સારુ રહે છે આ ઉપરાંત મની પ્લાન્ટ, એલોવેરા, લીલી, રોઝ જેવા ઝાડ ઘરમાં વાવી શકો છો જે ઘરના દેખાવને પણ સુંદર બનાવશે અને વાતાવરણને સ્વચ્છ રાખશે.

 ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢવા માટે તુલસીના પાન બેસ્ટ રીમેડી છે તુલસીના પાનનું સેવન કરવાથી અનેક રોગોથી છૂટકારો મળે છે રસોઇ ઘરમાં દરરોજ બે તુલસીના પાન રાખવાથી સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત વધે છે.

 રસોઇ ઘરમાં સારુ વાતાવરણ હોય તો રસોઇ પણ સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે જે આખા ઘરમાં તેમજ ઘરના સભ્યોમાં સકારાત્મકતા ફેલાવે છે માટે રસોઇ ઘરમાં ફૂલના ફોટા અથવા સાચા છોડ વાવવાથી સારુ આઉટલૂક આવે છે.

જો ઘરમાં ઇલેક્ટ્રોનિક આઇટમ જેમ કે વાયર, લેપટોપ, જેવી વસ્તુઓ ન ચાલતી હોય તોય  પડી હોય તો તેને ઘરમાંથી દૂર કરો કારણ કે બંધ ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે માટે સારા કામ કરવા હોય તો આ વસ્તુને ઘરમાંથી ફેંકી નાખો.

 

Related posts

લાલ કિતાબ/ ગળા સુધી દેવામાં ડૂબેલા વ્યક્તિને પણ બહાર કાઢી શકે છે વરસાદનું પાણી, કરી લો આ ચમત્કારી ઉપાય

Damini Patel

જ્યોતિષ / આ 4 રાશિ વાળા હોય છે સૌથી વધુ સાચ્ચા અને પ્રામાણિક, ક્યારેય નથી આપતા દગો

Vishvesh Dave

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!