GSTV

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Last Updated on July 31, 2021 by Pravin Makwana

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુના નિર્માણ અને દેખરેખ માટેની યોગ્ય દિશા અન નિયમો સૂચવામાં આવ્યા છે. વાસ્તુના નિયમોને ધ્યાનમાં ન રાખવાથી વાસ્તુ દોષ આવે છે. જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. સાથે જ જીવનમાં અનેક સમસ્યાઓ પણ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવી છે, જેને ધ્યાનમાં રાખીને આપ ઘરને નેગેટિવિટીથી દૂર કરવામાં સફળ થઈ શકો છો. સાથે જ આપની કિસ્મત પણ બદલીને ઘરમાંથી અશાંતિને દૂર કરી સુખ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર બંનેમાં ભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે મસાલાના અલગ અલગ પ્રયોગો વિશે જણાવ્યુ છે. કહેવાય છે કે, રસોડામાં સરળતાથી મળતા મસાલા, ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો આવો જાણીએ ઝીરાનો કઈ રીતે પ્રયોગ કરવાથી જીવનમાં રહેલી મુશ્કેલીઓ ખતમ થઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઝીરાનો સંબંધ રાહુ-કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. કહેવાય છે કે, આ ગ્રહોના ખરાબ થવાથી વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારના દુખોનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પર રાહુ કેતુની ખરાબ દશા ચાલે છે. તેને શનિવારના દિવસે ઝીરાના દાણાનું દાન કરવુ જોઈએ.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સુખ સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની તસ્વીરની સામે લાલ કપડા પાથરીને તેમના એક મુઠ્ઠી ઝીરૂ રાખીન થોડા સિક્કા મુકી દો. પછી ધનની દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઝીરા અને પૈસાને લપેટીને એ જગ્યા પર રાખી મુકો જ્યાં આપ કાયમ પૈસા રાખો છો. માન્યતા એવી છે કે, આવુ કરવાથી દેવી લક્ષ્મીનો સદૈવ વાસ આપના ઘરમાં રહે છે, આપના પર દેવીની કૃપા થાય છે અને ઘરમાં પૈસાની તંગી આવતી નથી.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે ઝીરાનું દાણા લઈને આપ માથા પરથી ફેરવીને અગ્નિમાં નાખો. માન્યતા એવી છે કે, આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જીવનમાં શાંતિ આવે છે.

વાસ્તુના નિયમ અનુસાર ગુરૂવારના દિવસે સવારે ઝીરૂ ખાઈને ઘરેથી નિકળવાથી કામમાં સફળ થવાની સંભાવના વધી જાય છે. માનવામાં આવે છે કે, ઝીરાનું સેવન કરવાથી દૈનિક જીવનમાં શાંતિ આવે છે. મંગળવારના દિવસે ઝીરાને દહીંમાં નાખીને ખાવાનું શુભ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!