GSTV
Life Religion Trending

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

કેલેન્ડર

Vastu tips for calendar: દરેક ઘરમાં નવા વર્ષની શરૂઆત સાથે, નવા કેલેન્ડર પણ લગાવવામાં આવે છે, જેથી મુખ્ય તારીખો અને દિવસો જાણી શકાય. કેલેન્ડર ક્યાં મૂકવું તેના પર કોઇ ધ્યાન આપતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવાની પણ સાચી રીતો જણાવવામાં આવી છે. જો કેલેન્ડર યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો પ્રગતિ થતી રહે છે. જ્યોતિષ શાસ્ત્રી અનુસાર, ઘરમાંથી જૂનું કેલેન્ડર કાઢી નાખવું જોઈએ. નવા વર્ષમાં નવું કેલેન્ડર લગાવો, જેથી નવા વર્ષમાં જૂના વર્ષ કરતાં વધુ શુભ અવસર મળતા રહે.

કેલેન્ડર

જૂનું કેલેન્ડર હટાવી દો

જ્યોતિષ શાસ્ત્રએ જણાવ્યા અનુસાર, લોકો મોટાભાગે દિવાલ પરથી જૂનું કેલેન્ડર હટાવતા નથી. વાસ્તુ અનુસાર જૂનું કેલેન્ડર દિવાલ પર રાખવું સારું નથી માનવામાં આવતું. આ કારણે જીવનમાં શુભ અવસરોનો અભાવ રહે છે. નવા વર્ષમાં નવા કામ કરવાની ઉર્જાનો અભાવ છે. તેથી, જૂના કેલેન્ડરને દિવાલ પરથી હટાવી લેવું આવશ્યક છે.

આ દિશામાં કેલેન્ડર લગાવવું શુભ

જ્યોતિષાચાર્યએ જણાવ્યા અનુસાર, ઘરની ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ દિવાલ પર કેલેન્ડર લગાવવું યોગ્ય છે. કેટલીકવાર કેલેન્ડરના પેજ પર હિંસક પ્રાણીઓ, દુખી ચહેરાની તસવીરો હોય છે. આ પ્રકારની તસવીરોથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, તેથી આવી તસવીરો વાળું કેલેન્ડર ભૂલથી પણ ઘરમાં ન લગાવવું જોઈએ. જો કેલેન્ડર ઘરની પૂર્વ દિશામાં રાખવામાં આવે તો આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશાના સ્વામી સૂર્ય ભગવાન છે. જો કેલેન્ડરમાં ઉગતા સૂર્યની તસવીર હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કેલેન્ડર

કેલેન્ડર લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ઘરમાં કેલેન્ડર લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે કેલેન્ડર ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર દક્ષિણ દિશામાં રાખવાથી સુખ, સમૃદ્ધિ અને વૈભવમાં ઘટાડો થાય છે.

તમે તમારા ઘરમાં જે કેલેન્ડરનો ઉપયોગ કરો છો તેમાં ક્યારેય કોઈ પ્રાણી કે ઉદાસ ચહેરાની તસવીર ન હોવી જોઈએ, એવું માનવામાં આવે છે કે આવા કેલેન્ડરના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

ઘણા લોકો એવા હોય છે જેઓ ઘરના દરવાજા પાછળ કેલેન્ડર લટકાવે છે. આપણે કેલેન્ડર ક્યારેય દરવાજા પાછળ ન લટકાવવું જોઈએ, જો આવું કરવામાં આવે તો તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને ઉંમર ઓછી થાય છે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV