GSTV

જીવનમાં દુખ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છો? તો ઘરમાં જરૂરથી લગાવો આ 2 છોડ

Last Updated on January 29, 2021 by Mansi Patel

ઝાડ-છોડની આપણા જીવનમાં બહુજ અસર પડે છે. તે ફક્ત વાતાવરણને જ શુધ્ધ નથી રાખતા પરંતુ સકારાત્મક પ્રભાવ પણ પાડે છે. જ્યોતિષ મુજબ, એવાં બે ખાસ છોડ વિશે જાણીએ જે ઘરનાં શોકને ઘટાડે છે અને ઘરમાં ધન-સમૃદ્ધિમાં વધારો કરે છે. તમે ઘરનાં બગીચા અથવા કુંડામાં પણ તેને લગાવી શકો છો તો ચાલો જાણીએ તેનાં વિશે.

પહેલો છોડ છે અશોકનો. જેમકે નામથી જ ખબર પડે છેકે, જે શોક દૂર કરે તે અશોક. અશોકનો છોડ ઘરમાં જરૂર લગાવો. જો તમે બગીચામાં લગાવી રહ્યા છો તો થોડા-થોડા અંતરે અશોકનાં ઘણા બધા છોડ લગાવો.

મોટા થવા પર અશોકનાં ઝાડ દેખાવમાં ઘણા સુંદર લાગે છે. તેને લગાવવાથી ઘરમાંથી શોક અને દુખ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

બીજો છોડ છે આંબળાનો છોડ. હિંદુ ધર્મ ગ્રંથોમાં છોડની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છેકે, આંબળાનાં છોડનાં મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

આંબળાનાં છોડને બહુજ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જો તમે ઘરમાં આંબળાનાં છોડ લગાવો તો તમારા ઘરમાં ભગવાનનો વાસ થશે.

આંબળાનો છોડ લગાવવાથી ઘરમાં સુખ અને ધનમાં વધારો થાય છે. જેમ-જેમ આંબળાનો છોડ વધશે તેમ તેમ ઘરમાં સમૃદ્ધિ આવતી જશે અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે.

આ છોડને લગાવવા માટે તેમની નિયમિત રૂપે સેવા કરો. તેમાં પાણી અને ખાતર નાંખો અને તેને મોટા કરો. જ્યાં તમારો આ છોડ લગાવેલો છે. તે સ્થાનને ચોખ્ખુ રાખો.

આ છોડની જગ્યાએ કચરો એકત્ર ન થવા દો. આ સ્થાનને એક રીતે મંદિર માનીને ચાલો. આ બંને છોડ શુભતામાં વધારો કરનારા માનવામાં આવે છે.

આ છોડને એવી જગ્યાએ લગાવવા જોઈએ જ્યાં તેમને ફેલાવા માટે પર્યાપ્ત સ્થાન હોય અને તડકો પણ પુરી રીતે આને ત્યારે જ છોડનો સારી રીતે વિકાસ થશે.

આ બંને છોડ જેમ-જેમ વધશે તેમ તમારા જીવનમાં શોક અને દુખ દૂર થશે, શુભતા અને ધનમાં વધારો થશે. એટલા માટે તમારા ઘરમાં અશોક અને આંબળાનાં છોડ જરૂર લગાવો તો લાભ જ લાભ થશે.

READ ALSO

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!