GSTV

Tips / પર્સમાં ભૂલથી પણ ન રાખતા આ 3 વસ્તુઓ, નહિ તો ક્યારેય નહીં ટકે રૂપિયા: રૂઠી જશે માં લક્ષ્મી

Last Updated on September 24, 2021 by Pritesh Mehta

Vastu Tips: દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ક્યારેય રૂપિયાની સમસ્યા ન હોય. તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. તેના વિરુદ્ધ જો તમારે રૂપિયા નથી કે રૂપિયાની કમી હોય તો તે પોતે એક મોટી સમસ્યા છે. જોકે, રૂપિયા કમાવવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે પરંતુ જયારે તેમની પાસે પોતાની ઈચ્છાઓ પુરી કરવા પૂરતા પણ પૈસા નથી હોતા તો તેઓ હેરાન થતા હોય છે. ત્યારે અમે તમને એવા 8 નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને દૈનિક જીવનમાં સામેલ કરવાથી લક્ષ્મી માં ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે અને ક્યારેય પૈસાની કમી નહીં રહે. આ વાસ્તુ Tips તમને અપાવી શકે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ.

વાસ્તુ Tips

પર્સમાં દવા

મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના પર્સમાં દવાઓ રાખતા હોય છે. આમ કરવું ખોટું છે. દવાઓ રાખવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી તમારા પર્સમાં દવાઓ ન રાખો

વાસ્તુ

પર્સમાં ખાવાની વસ્તુઓ

મહિલાઓ ઘણી વખત પોતાના પર્સમાં ખાવાની વસ્તુઓ રાખતી હોય છે જેમ કે ચોકલેટ ફળ રાખવા તો ઘણા લોકોની આદત હોય છે. આવી આદત હોય તો ટાળવી જોઈએ. પર્સમાં ખાવાનું રાખવાથી આર્થિક નુકશાન થઇ શકે છે.

બદલી દેજો આ આદત

જો તમે વસ્તુઓ અહીં-તહીં ફેંકી દેવાની આદત છે તો તમારે આ આદત પણ સુધારી દેવી જોઈએ. પોતાના ઘર અને કાર્યાલયને હંમેશા એકદમ વ્યવસ્થિત રાખો. આમ કરવાથી સકારાત્મકતા વધે છે અને ઉર્જાનો સંચાર થાય છે.

આ વસ્તુઓથી થશે ધનલાભ

ઘર હોય કે કાર્યાલય, વાસ્તુ અનુસાર ક્રિસ્ટલ ટ્રી, વાંસના છોડ, લાફિંગ બુદ્ધા, સોનાના સિક્કા વાળું જહાજ વગેરે જેવી વસ્તુઓ રાખવાથી તમને ધન અને શાંતિની પ્રાપ્તિ થશે.

ઘરની સજાવટ

આમ તો લોકો ઘર સજાવવા માટે તમામ પ્રકારના ઉપાયો કરે છે પરંતુ જો ઘરની સજાવટ માં છોડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘરની સુંદરતા અનેક ગણી વધે છે અને સાથે સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થશે.

બગડેલી વસ્તુઓ

ઘરની નાની નાની વસ્તુઓ પર આપણેમોટેભાગે ધ્યાન નથી આપતા જેમ કે લીક થતા નળ, ઘરમાં લીકેજ, વગેરે. આ બધાને લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો તમારા ઘરમાં પણ આવા લીક થતા નળ કે લીકેજ હોય તો તે સરખા કરાવી લો.

સૂર્યપ્રકાશના ફાયદા

આમ તો સૂર્ય પ્રકાશના એક નહીં અનેક ફાયદા છે પરંતુ જો તમારા ઘરમાં સૂર્ય પ્રકાશ નથી પહોંચતો તે તમારા માટે અશુભ છે. સૂર્ય પ્રકાશ ને કારણે ન માત્ર તમારા ઘરમાં પરંતુ તમારા જીવનમાં પણ છવાયેલું અંધારું દૂર થાય છે.

મુખ્ય દરવાજાની સફાઈ

ઘણી સાફ સફાઈ તો જરૂરી છે જ પણ તેની સાથે સાથે ઘરનો મુખ્ય દરવાજો પણ સુંદર અને સ્વચ્છ હોય તે જરૂરી છે. કેમ કે ઘરના મુખ્ય દરવાજે થીજ માં લક્ષ્મી પ્રવેશ કરે છે. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં હોય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હોબાળો, બજરંગ દળના કાર્યકર્તાઓએ વાહનોમાં કરી તોડફોડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!