વાસ્તુશાસ્ત્રની આ ટિપ્સ તમને બનાવી દેશે માલામાલ, થશે ધનના ઢગલાં

કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવનમાં ઇચ્છા હોય છે કે ધનવાન બને. જો કે ઘણી વખતે ધન તો ઘરમાં આવે છે પરંતુ હાથમાં વધુ સમય ટકતો નથી. આવામાં આ વાત લોકોને જીવનમાં ખટકવા લાગે છે અને પરેશાનીનો વિષય બની જાય છે.

જો કે માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર, જો ઘરમાં વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં અપાર ધનનું આગમન થાય છે. જ્યારે યોગ્ય જગ્યાએ વસ્તુઓની ગોઠવણીથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જેથી પરિવારમાં ચારેબાજુથી ખુશીઓનો વરસાદ શરૂ થઈ જાય છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રની અસરદાર રીતો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં જો ધનની કમી હોય તો રસોઈઘરમાં ઝાડૂ, વૉશિંગ મશીન, ડસ્ટબીન અને મિક્સર ગ્રાઇન્ડર રાખવાનું બંધ કરી દો. હકીકતમાં રસોડું અગ્નિને દર્શાવે છે જેથી કિચનમાં જો આ વસ્તુઓ હોય તો ધન બહાર જતું રહે છે. સાથે જ કરિયરની તકો પણ ઓછી થઈ જાય છે. બીજી બાજુ ઘરના દરવાજા બનાવતી વખતે ધ્યાન રાખો કે દરવાજાનો નંબર 2,4,6,8 હોય. જ્યારે જો તમારા ઘરમાં મેઇન દરવાજો ડબલ, ટ્રિપલ કે સિંગલ ફોલ્ડરમાં હશે તો આર્થિક સ્થિતિમાં સુધાર થશે.

જો ઘરનો કોઈ દરવાજો તૂટેલો છે તો તરત તેનું સમારકામ કરાવો. બોરિંગ યોગ્ય દિશામાં નથી તો ઘરમાં પંચમુખી હનુમાનનો એક ફોટો દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં જરૂર લગાવો. જો આર્થિક સમસ્યા તમને સતાવતી હોય તો દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કોઈ ભારે વજનનું મેટલની ચીજ જરૂરથી મૂકી દો. આમ કરવાથી ઘરની અંદર ધન આવે છે. બીજી બાજુ ખાસ ખ્યાલ રાખો કે ઘરનો ઉત્તરી ભાગ વાદળી હોય. ઉત્તરી હિસ્સામાં ભૂલથી પણ લાલ રંગ ન લગાવતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter