GSTV
Home » News » Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ સ્ટોર રૂમ

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ સ્ટોર રૂમ

સ્ટોરરૂમના વિવિધ પ્રકાર હોય છે. અનાજ જેવી રોજિંદી વસ્તુ રાખી હોય તે રૂમને સ્ટોરરૂમ કહે છે. કોઈ રૂમમાં પસ્તી તેમજ નકામી અને નિરુપયોગી વસ્તુ રાખી હોય તે રૂમને પણ સ્ટોરરૂમ કહે છે. જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવાની દિશા પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય છે. અનાજ રાખવાનો સ્ટોરરૂમ વાયવ્યખૂણામાં રાખવો. તેમાં વિવિધ અનાજ, કઠોળ અને ખાવાપીવાને લગતી અન્ય સામગ્રી રાખી શકાય.

 નકામી અને વજનદાર વસ્તુઓ, ગાદલા, તૂટેલી નકામી ચીજવસ્તુઓ, ચાપાં, પસ્તી વગેરે રાખવા માટેનો સ્ટોરરૂમ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ.

કામની હોય પરંતુ બહુ ઓછી વપરાતી હોય તેવી જૂની વસ્તુઓનો સ્ટોરરૂમ નૈઋત્ય ખૂણામાં દક્ષિણ અથવા પશ્ચિમ ભાગમાં રાખવો.

 ઉતર દિશામાં અનાજનો સંગ્રહ કરી શકાય.

અગ્નિ ખૂણામાં અનાજ તથા ખાવાપીવાની વસ્તુઓનો સ્ટોરરૂમ રાખવો નહીં.

રસોડાને લગતી રોજીંદી વસ્તુઓનો સ્ટોરરૂમ પૂર્વ કે દક્ષિણ દિશામાં રાખી શકાય.

સ્ટોરરૂમને ભણવાના રૂમ તરીકે વાપરવો નહીં. સ્ટોરરૂમમાં ભણવાનું નિષેધ છે.

સ્ટોરરૂમમાં સૂવાથી ખરાબ સ્વપ્ના આવે છે. તેથી સ્ટોરરૂમ અને બેડરૂમ એક રાખવો નહી.

સ્ટોરરૂમમાં મંદિર રાખવું નહીં. સ્ટોરરૂમમાં હંમેશા એક બ્લૂ રંગનો લેમ્પ ચાલુ રાખવો. સ્ટોરરૂમના અગ્નિ ખૂણામાં તેલના ડબ્બા અને ઘીનો સંગ્રહ કરવો.    

Read Also

Related posts

યમુના નદીના જળસ્તરમાં વધારો થતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા, અનેક ગામો સંપર્ક વિહોણા

Mansi Patel

ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, 12માં ખેલાડીએ ધૂંઆધાર બેટિંગ કરીને પલટી નાંખી બાજી

Bansari

મહિલાએ ઘરની દિવાલ પર બનાવી ઈમોજી, પડોસન બોલી મને ચિડાવવા આવું કર્યું છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!