વસંત પંચમી 2019 : આ છે સરસ્વતી પૂજનની વિધી, જાણો કેવી રીતે કરશો મા સરસ્વતીને પ્રસન્ન

સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી આ વર્ષે 10 ફેબ્રુઆરી 2019ને છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે.

સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરશો

  • આ પૂજા વસંત પંચમી પર ખાસ રૂપથી કરવી જો ન કરી શકો તો કોઈ પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરી શકાય છે
  • વસંત પંચમીના શુભ મૂહૂર્તમાં કોઈ ખાસ સ્થાન કે મંદિરમાં પૂર્વ દિશાની તરફ મૉઢું કરીને બેસવું.
  • તમારી સામે લાકડીના બાજોટ રાખો. બાજોટ પર સફેદ વસ્ત્ર પથરાવી અને તેના પર સરસ્વતી દેવીનો ચિત્ર લગાડો.
  • તે બાજોટ પર એક તાંબાની થાળી મૂકો. જો તાંબાની થાળી ન હોય તો તમે બીજું પાત્ર રાખો.
  • આ થાળીમાં કંકુ કે કેસરથી રંગાયેલા ચોખાના એક ઢગલું લગાવો.
  • હવે આ ચોખાની ઢગલા પર પ્રાણ પ્રતિષ્ઠિત અને ચેતનાયુકત શુભ મૂહૂર્તમાં સિદ્ધ કરેલ સરસ્વતી યંત્ર સ્થાપિત કરવું.
  • ત્યારબાદ સરસ્વતીને પંચામૃતથી સ્નાન કરાવો. સૌથી પહેલા દૂધથી કરાવો, પછી દહીંથી, પછી ઘીથી સ્નાન કરાવો. ફરી ખાંડથી પછે મધથી સ્નાન કરાવો.
  • કેસર અને કંકુથી યંત્ર અને ફોટા પર ચાંદલા કરો.
  • ત્યારબાદ દૂધથી બનેલા નૈવેદ્યના ભોગ અર્પિત કરવું.
  • માતા સરસ્વતીનો ધ્યાન કરો અને સરસ્વતી માળાથી નીચે લખેલા મંત્રનો 11 માળા મંત્રનો જાપ કરવો

ૐ શ્રી એં વાગ્વાહિની ભગવતી

સન્મુખ ન્વાસિની

સરસ્વતે મમાસ્યે પ્રકાશં

કુરૂ કુરૂ સ્વાહા

  • સમાપ્તિ પર માતા સરસ્વતીથી બાળકો માટે ઋદ્ધિ સિદ્ધી, વિદ્યાવર્જન, તીવ્ર સ્મરણ શક્તિ માટે પ્રાર્થના કરવી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter