GSTV

2018ના પરિપત્રને લઇને આવતીકાલે સરકાર મગનું નામ મરી પાડે તેવી શક્યતા

આવતી કાલે વરૂણ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. એલઆરડી ભરતી પરિપત્ર મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાલ વરુણ પટેલ અને યજ્ઞેશ દવેની મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરી. બંને ભાજપના નેતાઓ બિનઅનામતમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. બિન અનામતના આગેવાનો સાથે બેઠક કરે તે પહેલાં સીએમ રૂપાણીએ ભાજપના બે મધ્યસ્થી નેતાઓ સાથે બેઠક કરી.

વર્ષ 2018ના પરિપત્રને લઇને અનામત વર્ગ અને બિન અનામત વર્ગની માંગને લઇને અસમંજસની સ્થિતીમાં મુકાયેલી રાજ્ય સરકારમાં આજે પણ બેઠકોનો દોર જોવા મળ્યો. બે વખત થયેલી બેઠક બાદ હવે આ મામલે વધુ એક મુદત પડી છે. અને આવતીકાલે આ મુદ્દે કોઇ મહત્વની જાહેરાત કરાઇ તેવી શકયતા છે. તો આ સમગ્ર મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે.

READ ALSO

Related posts

કચ્છમાં વકીલની હત્યાને મામલે જિલ્લા પંચાયત પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

Mansi Patel

મહામારી / કોરોનાને લઈને WHOએ આપી ચેતવણી, 20 લાખ લોકોના નીપજી શકે છે મોત

Mansi Patel

બરોડામાં ST ડેપો પાસે રીક્ષા સ્ટેન્ડ બંધ કરતાં રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!