GSTV

વરૂણને મળી 32 કરોડ ફી, કહ્યું હું વધારે ડિઝર્વ કરું છું

Last Updated on April 25, 2018 by Arohi

થોડા સમય પહેલા ખબર આવી હતી કે વરૂણ અને કેટરીના એક ફિલ્મમાં સાથે જોવા મળશે પરંતુ બંનેની ફીમાં ઘણો ફેર છે. વરૂણને 32 કરોડ રૂપિયા મળશે અને કેટરીનાને ફક્ત 7 કરોડ. વરૂણની ફી ચર્ચાનો વિષય બની હતી પરંતુ હાલમાં જ વરૂણે કહ્યું કે તે આના કરતા વધુ ડિઝર્વ કરે છે.

વરૂણ ધવને જણાવ્યું કે, ‘આગળ વધતી વખતે તમે વધુ ફિલ્મો કરી નથી શકતા, પરંતુ તમે જે કામ કરી રહ્યા છો તે કરતા રહો. દર્શકોને આકર્ષિત કરવા તે મહત્વનું છે.’ તેણે જણાવ્યું કે, ‘મને લાગે છે કે પાછલાં 6 વર્ષોમાં મારે બોલીવુડમાં એક નિશ્ચિત સ્તર પર પહોચી જવું જોઈએ પરંતુ મને કામિયાબી નથી મળી.’

બોલીવુડમાં મેલ-ફીમેલ એક્ટર વચ્ચે ફીને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણી મોટી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, વિદ્યા બાલન મહેનતાણાને લઇને અંતર ખતમ કરવા માટે અવાજ ઉઠાવી ચુક્યા છે.

વરૂણની અપકમિંગ ફિલ્મને રેમો ડિસુઝા ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ ‘એબીસીડી’ની સિકવલ હોઈ શકે છે તેવી ચર્ચા છે. પહેલી વખત વરૂણ અને કેટરીના સાથે કામ કરવા જઈ રહ્યા છે. હજી સુધી આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ આ ફિલ્મને ડાંસની સૌથી મોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.

CRICKET.GSTV.IN

Related posts

Bollywood / જ્યારે અરબાઝ ખાનને પૂછ્યું, મલાઈકા અરોરાના ટૂંકા કપડાથી થાય છે સમસ્યા? આપ્યો આ જવાબ

Vishvesh Dave

ટેલિવિઝનની ક્વીન એકતા કપૂર લઈને આવી રહી છે નવા 27 પ્રોજેક્ટસ, દર્શકોને મનોરંજન પૂરૂ પાડશે!

pratik shah

‘વાણીયા બુદ્ધિ’ / કેટરીના કૈફ અને વિકી કૌશલે કરોડોમાં ડીલ કરી ફાઇનલ, ઇન્ટરનેશનલ મેગેઝીનને આપ્યા વેડિંગ ફોટોઝના રાઇટ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!