GSTV
Home » News » મત નહીં આપો તો પણ હું તમારું કામ તો કરીશ જ : વરુણ ગાંધી

મત નહીં આપો તો પણ હું તમારું કામ તો કરીશ જ : વરુણ ગાંધી

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીના પુત્ર અને ઉત્તર પ્રદેશના પીલીભીત વિસ્તારના ભાજપી ઉમેદવાર વરુણ ગાંધીએ પોતાને મત આપવાની અપીલ મુસ્લિમોને કરતાં કહ્યું હતું કે ચિંતા નહીં કરતા. તમે મને મત નહીં આપો તો પણ હું તમારું કામ કરી આપીશ.

એક ચૂંટણી સભાને સંબોધતાં વરુણે મુસ્લિમ મતદારોને વિનંતી કરી હતી કે મને મત આપશો તો મને ગમશે. પરંતુ ન આપો તો તમારી મરજી છે. એનો અર્થ એવો નહીં કરતા કે હું તમારું કામ નહીં કરું. મારે લાયક કામ હોય તો જરૂર મારી પાસે આવજો. હું તમારું કામ કરી આપીશ. મારી પાસે આવવામાં સંકોચ નહીં અનુભવતા.

હાલ વરુણ ગાંધી પોતાની માતા મેનક ગાંધીની પીલીભીત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ મેનકા ગાંધી ઉશ્કેરાઇને એવું બોલી ગયાં હતાં કે મુસ્લિમ મતદારો અમને મત ન આપે તો અમારી પાસે પોતાનું કામ કરાવવા પણ ન આવે. મત નહીં તો તમારું કામ પણ નહીં કરીએ. આ વિધાને હોબાળો સર્જ્યો હતો.

READ ALSO

Related posts

કન્ફર્મ! નોંધી લો તારીખ, આ દિવસે સલમાન ખાન લઇને આવશે Bigg Bossની સીઝન 13

Bansari

અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

Riyaz Parmar

37 શાળાઓ બંધ કરવાના પ્રયાસો, વાલીઓએ કહ્યું, આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!