GSTV
Home » News » રોહિંગ્યા મુસ્લિમો પર વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારને ‘અતિથિ દેવો ભવ:’ ની પરંપરા યાદ અપાવી

રોહિંગ્યા મુસ્લિમો પર વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારને ‘અતિથિ દેવો ભવ:’ ની પરંપરા યાદ અપાવી

એક બાજુ કેન્દ્ર સરકાર રોહિંગ્યા મુસ્લિમો દેશ માટે ખતરારૂપ હોવાનું કહીને રોહિંગ્યા મુસ્લિમોને દેશનિકાલ કરવાની વાત કરે છે તો બીજી બાજુ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ મ્યાંમારથી આવેલા રોહિંગ્યા મુસ્લિમોને શરણ આપાવની વાત કરે છે.

એક અખબારના લેખમાં સુલતાનપુરના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, રોહિંગ્યા મુસલમાનને શરણ આપવી કે ન આપવાનો નિર્ણય કરતા પહેલા ભારતની સાંસ્કૃતિક પરંપરાઓનું ધ્યાન રાખવું જોઈએ. આતિથ્ય સત્કાર અને શરણ આપવાની આપણી પરંપરાનું પાલન કરીને આપણે શરણ આપવાનું નિશ્ચિત રૂપે જાળવી રાખવું જોઈએ. વરૂણ ગાંધીની આ અપીલ કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ અહીરે કહ્યું કે જે દેશના હિતમાં વિચારતા હોય તેણે આવા નિવેદનો કરવા જોઈએ નહીં.

Related posts

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!