GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

લોકો રાજનીતિમાં પ્રતિભાના જોરે આગળ વધે: વરૂણ ગાંધી

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યુ છે કે, જો ચૂંટાયેલા પ્રતિનિધિ સારું કામ કરી શકે નહીં તો તેમને ચૂંટાયેલા સદસ્યાને પાછો બોલાવાનો અધિકાર મળવો જોઈએ. શુક્રવારે ગૌહાટીના એક કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ક્હ્યુ છે કે, બિનરાજકીય પરિવારોના લોકોએ પ્રતિભાના આધારે રાજનીતિમાં આવવું જોઈએ.

બિનરાજકીય પરિવારોના લોકોએ જ્ઞાતિ અને ધર્મના મુદ્દાઓ પર રાજનીતિમાં આવવું જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે, ચૂંટણી જીતવી અઘરી નથી. લોકોને રાઈટ ટૂ રિકોલ મળવો જોઈએ અને તેઓ આ ખરડાને સંસદમાં ખાનગી બિલ તરીકે રજૂ કરશે. જેથી લોકો પોતાના જનપ્રતિનિધિના કામથી અસંતુષ્ટ હોય તો તેમને હટાવી શકે.

ભાજપના નેતાએ કહ્યું છે કે, અરજી વ્યવસ્થાના આધારે આને કરી શકાય તેમ છે. બ્રિટનમાં મતદાતા સરકારને સામુહિક અરજી સોંપે છે અને જો એક લાખથી વધારે હસ્તાક્ષર મળે છે. તો સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદેહી પર ચર્ચાની શરૂઆત કરી શકાય છે.

વરુણ ગાંધીએ કહ્યુ છે કે, તેઓ ગાંધી ન હોત. તો તેમને 29 વર્ષની ઉંમરે લોકસભામાં સાંસદ બનવાની તક મળત નહીં. આ પ્રકારની સંસ્કૃતિ વ્યવસાય, ક્રિકેટ અને ફિલ્મોમાં પણ છે અને તેને સમાપ્ત કરવી જોઈએ.

તેમણે કહ્યુ છે કે, હિંદુસ્તાનને સર્વાંગીણ સ્વરૂપે ઉભારવા માટે તમામને સમાનતા અને અવસરનો લાભ મળવો જોઈએ. વરુણ ગાંધીએ ક્હ્યુ છે કે, તેઓ સાંસદોના પગારમાં સતત વધારો કરવાનો વિરોધ કરે છે. સાંસદ ખુદ જ પોતાના પગાર વધારી લેતા હોય છે. સાંસદોએ ખુદ પોતાના પગાર વધારવા જોઈએ નહીં.

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધીએ કહ્યુ છે કે, તેઓ સાંસદ તરીકે પોતાનું વેતન લઈ રહ્યા નથી અને લોકસભાના સ્પીકરને  તેમણે કહ્યુ છે કે આ પગારને કોઈ બિનસરકારી સંસ્થા અથવા તો જરૂરિયાતમંદને આપી દેવામાં આવે. તેમણે ક્હ્યુ છે કે, સરકારી યોજનાઓમાં લોકોનો હસ્તક્ષેપ હોવો જોઈએ અને જવાબદેહી અથવા પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે સતત નિરીક્ષણ જરૂરી છે. જેથી ભ્રષ્ટાચાર આપમેળે જ ખતમ થઈ જશે.

Related posts

EDના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટીવ: સ્પેશિયલ ડિરેક્ટર રેન્કના અધિકારીઓ પણ સામેલ, 48 કલાક માટે કાર્યાલય સીલ

Pravin Makwana

ભારતના દરેક ક્ષેત્રમાં ચીની પ્રોડક્ટ્સની ‘ઘૂસણખોરી’, આંખો પહોળી થઇ જાય એટલા કરોડનું છે માર્કેટ

Bansari

કોંગી ધારાસભ્યોને કોટેશ્વર નજીક વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!