વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે. હવે બન્નેના પરિવાર ઇચ્છે છે, તેમણે લગ્ન કરી લેવા જોઇએ. પરંતુ વરુણ ફિલ્મોની વ્યસ્તતાને કારણે આમ કરી શકતો નથી. જોકે હવે નવી જાણકારી મુજબ વરુણ પોતાની આવનારી ફિલ્મ ‘કુલી નંબર વન’ થિયેટરમાં રિલીઝ થતા જ નતાશા સાથે લગ્ન કરવાનો છે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હોવાની વાત છે.
ગોવામાં કરશે લગ્ન

મીડિયા રિપોર્ટસના અનુસાર, વરુણ ધવન નતાશા સાથે ગોવામાં લગ્ન કરવાનો છે. જેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. એટલું જ નહીં. તેને ‘કુલી નંબર વન’ રિલીઝ થતાં જ તે લગ્ન કરી લેશે તેના લગ્ન ભર ઉનાળામાં ઋતુમાં થવાના છે.
એક અઠવાડિયા સુધી ચાલશે લગ્નની વિધીઓ

એક અઠવાડિયા સુધી લગ્નને લગતી વિધીઓ થવાની છે.જેમાં મહેંદીથી લઇ સંગીત, લગ્ન અને રિસેપ્શન સામેલ હશે. અને આ બધું જ ગોવાની એક લકઝરી હોટલ અને બીચ રિસોર્ટમાં થશે. જે રીતે તેના ભાઇ રોહિતના લગ્ન આઠ વરસ પહેલા ધામધૂમથી થયા હતા તે જ રીતે વરુણના પણ લગ્ન લેવામાં આવશે.
Read Also
- મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ
- પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી
- ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો
- રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે
- ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે