GSTV
Bollywood Entertainment Trending

નમક હલાલની રિમેક પર રામ કરી રહ્યા છે ડેવિડ ધવન, વરૂણ ધવને આપી આ પ્રતિક્રિયા

1982માં અમિતાભ બચ્ચનની સુપર હિટ ફિલ્મ નમક હલાલની રિમેક પર ડેવિડ ધવન કામ કરી ચૂક્યા છે તેવા અહેવાલને બોલિવૂડના એક્ટર વરુણ ધવને ફગાવી દીધા છે. વરુણના પિતા ડેવિડ ધવન આ ફિલ્મની રિમેક અંગે કોઈ પ્લાન કરી ચૂક્યા  ન હતા તેવો વરુણ ધવને દાવો કર્યો હતો. તેણે એક ન્યૂઝ આર્ટિકલની લિંક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી જેમાં એવો દાવો કરાયો હતો કે સિનિયર ધવન નમક હલાલની રિમેક પર કામ કરી રહ્યા છે.

તેણે જણાવ્યું હતું કે મિત્રો, તમને ભરોસો અપાવવા માટે મારા અંગે ઘણી વાતો લખવામાં આવે છે અને આમ થાય પણ મહેરબાની કરીને મારા પિતા વિશે ખોટી વાતો ફેલાવશો નહીં. આ બિલકુલ બનાવટી વાત છે. જાણી જોઈને મનઘડંત કહાની લખવામાં આવી છે. ચાલો, ક્રિસમસ પર તમને હસાવવા માટે મળું છું.

વરુણ ધવન ક્રિસમસ પર મળવાની વાત કરીને તેની આવનારી ફિલ્મ કૂલ નંબર વન અંગે સંકેત આપતો હતો. 1995માં આ જ નામથી આવેલી ગોવિંદાની ફિલ્મની આ રિમેક છે. બંને ફિલ્મોમાં ડેવિડ ધવન જ ડાયરેક્ટર છે. હવે ક્રિસમસ વતે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થનારી છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV