વરુણ ધવન અને તેની મંગેતર નતાશા દલાલના લગ્ન આ વીકેન્ડે થવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને રવિવાર 24 જાન્યુઆરીએ અલીબાગમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ લગ્ન એક પ્રાઇવેટ સેરેમનીમાં થશે અને તેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે.

જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ ધવન અને નતાશા, દલાલ, અલીબાગના ધ મેંશન હાઉસમાં લગ્ન કરશે. અમે તમને જણાવી રહ્યાં છીએ વરુણના લગ્નનુ વેન્યૂ. સાથે જ જણાવી રહ્યાં છીએ આ જગ્યાના ખાસિયત વિશે.

વરુણ ધવન અને નાતાશા દલાલના લગ્નમાં ધ મેંશન હાઉસમાં થશે. આ પ્રોપર્ટી ખૂબ જ આલીશાન છે અને આ મેન્શન હાઉસમાં આશરે 25 રૂમ છે. તેને પાર્ટી કરવા માટે આરામથી પસંદ કરી શકાય છે.

સફેદ કલરના આ મેન્શનમાં એક્સોટિક પૂલ પણ છે. આ પૂરા મેન્શનને એક રાત માટે બુક કરવાની કિંમત 4 લાખ રૂપિયા છે. તેમાં ફૂડ પણ સામેલ છે. આ અલીબાગનો સૌથી સારા એરિયામાં સ્થિત છે.

આ પ્રોપર્ટી Sasawane વચ્ચેથી વૉકિંગ ડિસ્ટેંસ પર છે. વચ્ચેથી અહીં પહોંચવા માટે તમે બોટ રાઇડ પણ લઇ શકો છો. સફર કરનારાઓ માટે આ મેન્શનમાં ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે.

Sky Deck Rooms સૌથી નાના રૂમ છે,જે 375 ચો.ફૂટના સરફેસ એરિયામાં બનેલા છે. આ એક આઉટડોર એરિયા છે, જેમાં લોકો બેસીને મોસમની મજા લઇ શકે છે.

તે બાદ આવે છે Cove Rooms, જે સાઇઝમાં થોડા મોટા છે. તે 400 ચો.ફૂટ સરફેસ એરિયામાં બનેલા છે. અને છેલ્લે આવે છે Palm Court Rooms, આ મેન્શનના સૌથી મોટા રૂમ છે. જે 450 ચો.ફૂટ સરફેસ એરિયામાં બનેલા છે. આ રૂમમાં તમને WiFi, ટી-કૉફી, મિનિ બાર સાથે અન્ય સુવિધા મળશે.

આ મેન્શનમાં અનેક રેસ્ટોરન્ટ છે. તેમાં The Secret Garden અને The Poolside Cabana Cove છે. સીક્રેટ ગાર્ડનમાં તમે નાસ્તો કરી શકો છો. તેમાં તમને દેશી અને વિદેશી ડિશીઝના ઓપ્શન મળશે. સાથે જ પૂલ સાઇડ કબાનામાં તમે ડિનરનો લુત્ફ ઉઠાવી શકો છો. આ એક પૂલ સાઇડ રેસ્ટોરન્ટ છે.

The West Coast Terrace અને The Living Room and the Verandah પણ બે રેસ્ટોરન્ટ છે. જેમાં તમે ભોજન કરી શકો છો. વેસ્ટ કોસ્ટમાં તમને ખૂબસુરત સનસેટ જોવાનો મોકો મળશે. સાથે જ ધ લિવિંગ રૂમમાં તમે પૂલ સાઇડ મજા લઇ શકો છો.

જણાવી દઇએ કે આ લગ્ઝરી પ્રોપર્ટી પર વરુણ ધવનના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વરુણ અને નતાશા, 22 જાન્યુઆરીએ મુંબઇમાં એક રસમ અદા કરવાના છે. જાણવા મળી રહ્યું છે કે ચુન્ની સેરેમની માટે વરુણ પરિવાર નતાશાના ઘરે જશે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા