વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે અહીં સાત ફેરા ફરવા માંગે છે, પરંતુ પિતા ડેવિડ ધવન નથી રાજી

Varun Dhawan-natasha

વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે. તેમના લગ્ન ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે. રિપોર્ટસ પ્રમાણે વરુણ અને નતાશા માલદીવમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ વરુણના પિતા ડેવિડ ધવનને ભારતમાં જ લગ્ન કરાવવા માગે છે.

” વરુણ અને નતાશા માલદીવના બીચ પર ગ્રાન્ડ વેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે વરુણના પિતા ડેવિડ ધવન આ માટે રાજી નથી. તે ભારતમાં જ લગ્ન થાય તેવું ઇચ્છે છે. તેથી હવે જોવું રહ્યું કે ફાઇનલી વરુણ અને નતાશા ક્યાં લગ્ન કરે છે, તેમ સૂત્રે જણાવ્યું હતું.

તાજેતરમાં મુંબઇના ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં નતાશા વરુણના પેરન્ટસ સાથે આવી હતી. આ તસવીર વરુણે સોશિયલ મીડીયા પર શેયર કરી હતી અને લખ્યું હતું કે,” મારા પેરન્ટસે મને છોડીને કોઇ અન્યને દત્તક લીધી છે.

વરુણને તો હજી લગ્નની ઉતાવળ નહોતી. પરંતુ પિતા ડેવિડ ધવને તેને સમજાવ્યો હતો કે તેણે લગ્નને પાછળ ઠેલવા યોગ્ય નથી. તેની પાસે કારકિર્દી, પૈસો ઘર બધું જ છે પછી તે લગ્ન ઠેલવાનું કોઇ યોગ્ય કારણ નથી. પિતાની દલીલ સામે વરુણ ઝુકી ગયો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter