બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલની ગ્રાન્ડ વેડિંગ સેરેમની પર સૌની નજર અટકેલી હતી. મુંબઈ પાસેના અલીબાગ ખાથે ‘ધ મેન્શન હાઉસ’માં તેમના લગ્ન થયા. રવિવારે તેમના લગ્ન હોવાના કારણે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની જ ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન ‘ધ મેન્શન હાઉસ’ના તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે. વરુણ ધવન અને નતાશા દલાલે સાત ફેરા ફર્યા બાદ વેડિંગ વેન્યૂ બહાર હાજર મીડિયાકર્મીઓને લગ્નની મિઠાઈ મોકલી હતી. વરુણ ધવનના લગ્નનું રિસેપ્શન 2 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે.

સલમાનના ગીત પર લીધી એન્ટ્રી
વરુણ ધવન અને નતાશા દલાલે સલમાન ખાનના ગીત ‘તેનુ લે કે મેં જાવાંગા..’ પર એન્ટ્રી કરી હતી. વરુણ ધવનના લગ્ન અગાઉ દિવસના સમયે જ થવાના હતા. પરંતુ આગલી રાતે વરુણ અને તેના મિત્રોએ કરેલી ડીજે પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. જેના કારણે બીજા દિવસનો શેડ્યુલ બગડ્યો હતો. વરુણ-નતાશાના લગ્નમાં પંજાબી ભોજનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. લગ્નમાં ઘણા ઓછા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને રિસેપ્શનમાં જ મોટાપાયે સેલેબ્સ આવે તેવી શક્યતા છે.
ભવ્ય હતો ‘ધ મેન્શન હાઉસ’નો નજારો
અલીબાગના ‘ધ મેન્શન હાઉસ’નો જે વીડિયો સામે આવ્યો તેના પરથી જ નતાશા અને વરુણ ધવનના વેડિંગની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. ‘ધ મેન્શન હાઉસ’ની બહાર રહેલા લોકોને અંદરના લાઉડ મ્યૂઝિકનો અવાજ આવી રહ્યો હતો. વરુણ ધવનની પત્ની તેની બાળપણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ જ બની રહી છે, આજે લગ્નમાં સામેલ થવા માટે ઘણા સેલેબ્સ અલીબાગ પહોંચ્યા હતા. જ્યારે સાંજે પંડિત ‘ધ મેન્શન હાઉસ’ પહોંચ્યા હતા. જેમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઉપરાંત આલિયા ભટ્ટના સામેલ થવાના પણ અહેવાલ છે.