GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

3 મહિના અને 700 લોકોની મહેનતથી તૈયાર થયો છે ફિલ્મ ‘કલંક’નો સેટ

કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. તેનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે જેમાં ફિલ્મના ભવ્ય અને સુંદર સેટની ઝલક જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર તેને સૌથી મોંધા સેટમાંથી એક ગણાવવામાં આવી રહ્યો છે. કરણ જોહરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં ફિલ્મના સેટને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓ બતાવવામાં આવી રહી છે.

વરૂણ ધવન ફિલ્મમાં ઝફરની ભુમિકા નિભાવી રહ્યો છે. વીડિયોમાં તે કલંકના મોટા સેટ વિશે જણાવતો જોવા મળી રહ્યો છે. વરૂણે જણાવ્યું કે ફિલ્મના સેટને ડિઝાઈન અમૃતા મહલે કર્યો છે. તેના કહાણી આઝાદી પહેલા 1945ના બેકડ્રોપ પર આધારિત છે જેમાં હુસનાબાદ નામના ટાઉનને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં હુસનાબાદ ટાઉનને 700 લોકોએ 3 મહિનાની મહેનત બાદ તૈયાર કર્યું છે. તેમાં વરૂણે પોતાના રહેવાથી લઈને ચા પીવાની જગ્યાઓ પણ દર્શાવી છે.

વીડિયોના સિનેમેટ્રોગ્રાફર વિનોદ પ્રધાનને જણાવ્યું કે, ‘આજ સુધી મેં આટલો મોટો સેટ નથી જોયો. આ સેટ દેવદાસ ફિલ્મના સેટથી પણ મોટો છે.’ વરૂણે જણાવ્યું કે 60 લાઈટમેન, 300 એક્સ્ટ્રા અને 500 ડાંસર, લગભગ 1000 લોકો હંમેશા સેટ પર રહે છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે કરણ જોહરે જણાવ્યું કે, ‘અમારી દરેક ફિલ્મો અમારી માટે ખાસ છે પરંતુ કલંક વિશે કહેવા માંગુ છું કે આ ફિલ્મ બોક્સઓફિસ કલેક્શન અને કમર્શિયલ સક્સેસથી ઉપર છે કારણ કે આ ફિલ્મ મારા પિતાનું સપનું હતું જે હવે પુરુ થવા જઈ રહ્યું છે.’

ફિલ્મમાં વરૂણ ધવન ઉપરાંત સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, આદિત્ય રોપ કપૂર, સંજય દત્ત જેવા સ્ટાર્સે પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 22 વર્ષ બાદ સાથે જોવા મળશે. બન્નેએ છેલ્લે 1997માં મહાનતા ફિલ્મમાં કામ કર્યું હતું.

Read Also

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!