GSTV

સુશાંત કેસમાં વરુણ ધવને કરી સીબીઆઈ તપાસની માંગ, ફેન્સે લગાવી દીધી કલાસ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અનેક સેલેબ્રિટીઝ સીબીઆઈ તપાસની માંગ કરી ચુક્યા છે. મોડા મોડા પણ સ્ટાર કિડ વરુણ ધવને પણ સીબીઆઈ તપાસના સમર્થનમાં આવ્યો. વરુણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી સુશાંત સુસાઇડ કેસમાં સીબીઆઈ તપાસની માંગને પોતાનું સમર્થન જાહેર કર્યું.

જોકે, વરુણ ધવન આ પોસ્ટ કરીને ફસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણેકે વરુણની આ પોસ્ટ જનતા જનાર્દનને ખાસ પસંદ ન આવી. ઇન્સ્ટા અને ટ્વીટર યુઝર્સે વરુણને રીતસરનો ટ્રોલ કરી નાખ્યો. યુઝર્સે કહ્યું કે તે તેની આવનાર ફિલ્મો માટે સહાનુભૂતિ મેળવવા આમ કરી રહ્યા છો.

ફૂલી નંબર 1 છે વરુણ ધવનની આગામી ફિલ્મ

યુઝર્સે લખ્યું છે કે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ સડક-2ના ટ્રેલરને કરોડો ડીસ્લાઇકસ મળ્યા બાદ વરુણ ધવન ડરી ગયો છે. હવે તે પોતાની આગામી ફિલ્મ ફૂલી નંબર 1 ના આવા હાલ ન થાય તે માટે બચાવા માંગે છે. અને એટલે જ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની માંગને સપોર્ટ કરવાનો દેખાડો કરી રહ્યો છે.

વરુણ ધવન

એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ બહુ જલ્દી યાદ આવ્યું, સડક 2ના હાલ જોઈને ડરી ગયો, ભાઈ આ તો શરૂઆત છે. બોલીવુડની તો હવે લંકા લાગી જશે.

અન્ય એક યુઝરે લખ્યું કે ‘શેમ ઓન યુ વરુણ ધવન, જયારે સડક 2ના ટ્રેલર સૌથી વધુ ડીસ્લાઇક વિડીયો બન્યો ત્યારે આ આવ્યા છે’

MUST READ:

Related posts

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

Mansi Patel

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!