વરુણ ધવન હાલ લોકડાઉનને કારણે ઘરમાં છે પરંતુ તેની ફિલ્મનો એક ડાયલોગ બહુ ચર્ચિત થઇ ગયો છે. વરુણ ધવને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. ઇઝરાયલે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે એક ટ્વીટ કર્યું છે. જેમાં વરુણ ધવનની ફિલ્મ એબીસીડી ૨ નો એક ડાયલોગ ઉપયોગમાં લીધો છે. તેઓ આ અસરકારક ડાયલોગ દ્વારા પોતાના દેશને કોરોનાના પ્રકોપથી જાગરૂકતા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.ઇઝરાયલે ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આની જાણકારી આપી છે.

સહી દિશા મેં ઉઠા હર કદમ
અપને આપ મેં એક મંઝિલ હૈ
આખિર જિન્દગી કા મતલબ હી
અપના અગલા કદમ ચુનના હૈ.

આ વાત તેજીથી વાયરલ થઇ રહી છે. વરુણે આના પ્રત્યુતરમાં લખ્યું છે કે, જાણીને ખુશી થઇ કે આ ડાયલોગ ઇઝરાયલમાં સકારાત્મકતા અને પ્યાર ફેલાવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. વરુણના આ ડાયલોગના વપરાશથી તેની આંતરાષ્ટ્રીય લોકપ્રિયતાનો પણ ખ્યાલ આવે છે.
Read Also
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી